Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ભરૂચમાં નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8 લેન એકસ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ બનશે : 250 કરોડના ખર્ચથી માત્ર 27 મહિનામાં જ નિર્માણ પૂર્ણ થશે

વાહનો એક્સપ્રેસ વે પરથી સીધા સુરત-મુંબઈ તરફ નીકળી શકશે:NH 48 પર ટ્રાફિક ભારણ 60% જેટલું હળવું થઈ જશે: જૂનામાં તૈયાર થઇ જવાની શકયતા

ભરૂચ : નર્મદા નદી ઉપર સૌથી લાંબા 1344 મીટરનો એકસ્ટ્રા ડોઝ બ્રિજના નિર્માણને 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે, નર્મદા નદી પર દેશનો પ્રથમ 8 લેન કેબલ સ્ટેઇડ બ્રિજ આગામી જૂન મહિનામાં તૈયાર થઈ જશે. વડોદરા-મુંબઈ 3 એક્સપ્રેસ વે હેઠળ રૂપિયા 250 કરોડનાં ખર્ચે અશોક બિલ્ડકોન દ્વારા આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજની 90 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જૂન-2021 સુધીમાં બ્રિજ તૈયાર થઇ જશે.

   ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 ઉપર નર્મદા નદી પર નિર્માણ પામેલા દેશના સૌથી લાંબા એકસ્ટ્રા ડોઝ કેબલ બ્રિજને 7 માર્ચ 2021ના રોજ 4 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. હવે નર્મદા નદી પર જ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માટે નિર્માણ થઈ રહેલો 8 લેન એકસ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ ઇતિહાસ સર્જવા જઇ રહ્યો છે. વડોદરા-કીમ એક્સપ્રેસ વેના 117 કિલોમોટરના સેક્શનમાં નર્મદા નદી પર નિર્માણ થઈ રહેલા દેશના પ્રથમ બ્રિજનું કામ 27 મહિનાના રેકોર્ડબ્રેક સમયમાં પૂર્ણ થશે. બ્રિજની કુલ લંબાઈ 2.22 KM છે. આ પુલ હાઇટેક કેબલ બ્રીજ, જે વાય શેપમા 16 ટાવર (પાઇલોન) પર ઉભો કરાયો છે. આ પુલ ભરૂચનું નહીં પરંતુ સમગ્ર દેશને ફાસ્ટ ટ્રેક પર લાવી દેશે. નર્મદા નદી પર બની રહેલો બ્રીજ હાઇટેક અને આકર્ષક બનશે. આ બ્રીજની સુંદરતામાં વધારો થાય તે માટે સૂચન કરાતા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ લાઇટીંગ વ્યવસ્થા કરવામાં આવનાર છે.

(11:35 am IST)
  • જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીના ૪૫૨ પોઈન્ટ ઉભા કરાશે: ઉનાળામાં પાણી માટે પ્રાણીઓને ભટકવું ન પડે તે માટે વન વિભાગનું આયોજન: પ્રાણીઓ માટે મધુવંતી, હિરણ, શિંગોડા, મછુન્દ્રી, રાવલ ડેમમાં પાણી આરક્ષિત access_time 12:59 am IST

  • રશિયા દ્વારા ગૂગલ, ફેસબુક, ટ્વિટર, ટિકટોક, ટેલિગ્રામ પર સરકાર દ્વારા નિર્દેશિત પ્રોટેસ્ટ કન્ટેન્ટને ડિલીટ ન કરવા બદલ કડક સેક્શન હેઠળ કેસ કરવામાં આવ્યો તેમ એક આંતરાષ્ટ્રીય ન્યુઝ સર્વિસે જણાવ્યું છે access_time 11:50 pm IST

  • તમે બહુવિધ વેબસાઇટ્સ પર COVID-19 રસીકરણ માટે નોંધણી કરાવી શકો છો તેવા સમાચાર ખોટા છે! ફક્ત બે જ અધિકૃત પ્લેટફોર્મ છે - https://cowin.gov.in વેબસાઈટ અને એરોગ્ય સેતુ એપ્લિકેશન જ્યાં તમે રસીકરણ માટે પોતાની નોંધણી કરી શકો છો. access_time 4:21 pm IST