Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

અમદાવાદના દીપકલા જંકશનના માલિક પ્રદીપ શાહ સામે આપઘાતના પ્રયાસ માટે દુષ્પ્રેરણા કર્યાનો ગુન્હો

શોરૂમના કનુભાઈ નામના કર્મીએ જાતે જ બ્લેડના ઘા મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો : અવારનવાર પગાર કાપવાની અને અન્ય બાબતે ત્રાસ આપતા હતા

અમદાવાદ : દીપકલા જંકશનના માલિક પ્રદીપ શાહ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રદીપ શાહે આપઘાતના પ્રયાસ માટે દુષ્પ્રેરણા કરી હોવાનો ગુનો નોંધાયો છે.

 શોરૂમના કનુભાઈ નામના કર્મીએ જાતે જ બ્લેડના ઘા મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રદીપ શાહ અવાર નવાર પગાર કાપવાની અને અન્ય બાબતોને લઈને ત્રાસ આપતા હતા. કનુભાઈને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(10:49 am IST)
  • ઇડીએ મની લોન્ડરિંગના મામલામાં ઉત્તર પ્રદેશના પૂર્વ બસપા એમએલસી મોહમ્મદ ઇકબાલની ₹ 1,097 કરોડની સાત સુગર મિલો જપ્ત કરી છે. access_time 5:20 pm IST

  • મુંબઇ શહેરમાં આજે કોરોના ઇન્‍ફેકશનના નવા ૧,૦૦૮ કેસ નોંધાયા છે, પરંતુ વાસ્‍તવિક ચિંતાના સમાચાર ધારાવી તરફથી આવી રહ્યા છે : આજે ધારાવી ઝુંપડપટ્ટી વિસ્‍તારમાં ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા છે : છેલ્લે ૨૩ ઓક્‍ટોબર, ૨૦૨૦ના રોજ ચાર મહિના પહેલા આ વિસ્‍તારમાં ૧૮ કેસ નોંધાયા હતા access_time 11:32 am IST

  • રશિયા દ્વારા ગૂગલ, ફેસબુક, ટ્વિટર, ટિકટોક, ટેલિગ્રામ પર સરકાર દ્વારા નિર્દેશિત પ્રોટેસ્ટ કન્ટેન્ટને ડિલીટ ન કરવા બદલ કડક સેક્શન હેઠળ કેસ કરવામાં આવ્યો તેમ એક આંતરાષ્ટ્રીય ન્યુઝ સર્વિસે જણાવ્યું છે access_time 11:50 pm IST