Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

અતૂલ ઓટો દ્વારા RIK CNG પેસેન્જર રીક્ષા લોન્ચ

અમદાવાદ : ભારતના સૌથી ઝડપથી વિકસી રહેલા થ્રી વ્ડિલર વાહનના ઉત્પાદક અતુલ ઓટો લીમીટેડ દ્વારા ગુજરાતના બજાર માટે નવી RIK CNG પેસેન્જર લોન્ચ કરવાની જાહેરાત કરાઇ છે. કંપની દ્વારા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો માટે ગ્રાહકોની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને વિસ્તૃત સંશોધન પછી RIK થ્રી વ્હિલર કલ્પના કરવામાં આવી હતી. અતુલ ર ત્રણ પ્રકારના ઇંધણ વિડલ્પો -CNG,LPG અને પેટ્રીલ સાથે ઉપલબ્ધ છે. તે ઇન્ટરનેશનલ સ્ટાઇલવાળા બેજ ડેશબોડ, સેમી ડિજિટલ ઇન્સ્ટ્મેન્ટ કલસ્ટર, સ્ટેપ લેસ એન્ટ્રી અને પ્રથમ વખત LED ટેલ લેમ્પ્સ જેવી સુવિધાઓ સાથે આવે છે. જયારે રોકાણ ઉપર વળતરની વાત આવે, ત્યારે કંપની દ્વારા RIK ગ્રાહકો માટે ખાસ 'અતુલ્ય વિશ્વાસ' યોજના અમલમાં મુકવામાં આવી છે. આ પ્રસંગે સંબોધન કરતા અતુલ ઓટો લી.ના ડાયરેકટર શ્રી નિરજ ચાંદ્રાએ જણાવ્યું હતુ કે, 'નાની ઓટો રિક્ષા ક્ષેત્રમાં આ પ્રકારના સ્ટાઇલીશ અને ટ્રેન્ડી ઉત્પાદનની વર્ષોથી રાહ જોવાતી હતી. સ્ટાઇલમાં માનનારા ગ્રાહકો પરંપરાગત દેખાવથી ઉપર ટેકનોલોજી અને સ્ટાઇલને પસંદ કરે છે. અમે RIKની રજૂઆત ૩૬૦ ડોગ્રી અભિગમ સાથે કરી છે, જેમા ગ્રાહકો માટે તમામ ઉકેલોની ખાત્રી આપવામાં આવે છે. RIK ની રજૂઆતથી અમને વિશ્વાસ છે કે ૦.૩૫T ના ત્રણ પૈડાવાળા વાહનોની શ્રેણીમાં અમે સારો બજાર હિસ્સો મેળવી શકીશું.ફાઇનાન્સ વિભાગના પ્રમુખ, જે. વી. અઢિયા એ જણાવ્યું હતું કે, 'અતુલ ઓટો લી (AAL), દ્વારા RIK CNG/LPGને અન્ય રિટેલ ફાઇનાન્સ ભાગીદારો ઉપરાંત ખુશ્બુ ઓટો કાઇનાન્સના (જે AAL સાથે નોન બેંકીંગ કાઇનાન્સ કંપની તરીકે જોડાયેલ છે) દરેક લોકેશન્સ પર મજબૂત પીઠબળ પુરુ પાડશે.સેલ્સ અને માર્કેટિંગ વિભાગના ઉપપ્રમુખ શ્રી પુષ્કર સિન્હા એ જણાવ્યું હતુ કે, 'મેટ્રો અને સબરર્બંન રેલ્વેની વધતી ઉપલબ્ધતા, પ્રદુષણ અંગે જાગરૂકતા અને વધતા ડિઝલ ઇંધના ભાવો જેવા પરિબળોએ, નાના અને મધ્યમ શ્રેણીના વાહનોમાં વેકલ્પીક ઇંધણના વપરાશને મજબૂત આવકાર આપ્યો છે. ગુજરાત અમારો ગઢ છે અને અમે ઓછામાં ઓછો રપ% બજાર હિસ્સો હાંસલ કરવાનો લક્ષ્ય રાખ્યો છે.'

(10:23 am IST)