Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

અમદાવાદમાં કોરોનાએ ઉથલો મારતા મનપાની મોટી કાર્યવાહી : ગાઈડલાઇનનું પાલન નહિ કરતા બજાર - રેસ્ટોરન્ટ બંધ કરાવ્યા

ખાણી-પીણી બજાર, રેસ્ટોરન્ટ, કેફે, હેપ્પી સ્ટ્રીટ સહિતના બજારોમાં સરપ્રાઈઝ ચેકિંગ

અમદાવાદ : અમદાવાદમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાના દૈનિક કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાણી-પીણી બજાર, રેસ્ટોરન્ટ, કેફે, હેપ્પી સ્ટ્રીટ સહિતના બજારોમાં સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જે પણ જગ્યાએ કોરોના માર્ગદર્શિકાનું પાલન ન કરવામાં આવતા બજાર અને રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવ્યા. હતા

 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ નારણપુરા, પાલડી, મણીનગર, અંકુર, થલતેજ, નવરંગપુરા, જોધપુર, બોડકદેવ સહિતના વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ માટે નીકળી હતી. જ્યાં એકપણ જગ્યાએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવતા તમામ બજાર અને રેસ્ટોરાં બંધ કરાવવામાં આવ્યા છે.

AMCની કાર્યવાહી અંગે સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઠ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં કોરોના માર્ગદર્શિકાનું પાલન નથી થતું, તેવી હોટલ-રેસ્ટોરન્ટ ને બંધ કરવામાં આવે છે. તેમજ ગાઇડ લાઈન ફોલો કરવા માટે સમજવામાં આવી રહ્યા છે.

(11:21 pm IST)