Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

આઇસીડીએસ વિભાગ દ્વારા વિરમગામ, માંડલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ

મહિલા સશક્તિકરણ અંગે મહિલાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે માંડલ આઇ.સી.ડી.એસ કચેરી દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બી.આર.સી ભવન માંડલ તાલુકા પંચાયત ખાતે આયોજીત મહિલા દિવસ ઉજવણીના કાર્યક્રમ કરવામાં બ્રહ્માકુમારીમાંથી વનીશાબેન , એસ.બી.આઇ માંડલના બેંક મેનેજર, આઇ.સી.ડી.એસ સીડીપીઓ મીતાબેન જાની,  એમ.એસ આયેશાબેન મુલતાની , એનએનએમબીસીઓ   અમીબેન  ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા

 . આ કાર્યક્રમ માં હાજર રહેલ બ્રહ્મા કુમારી માંથી પધારેલ વાનીશાબેન દ્વારા નારી સશક્તિકરણ વિશે ખુબ જ સારું પ્રવચન કરવામાં આવ્યુ હતુ. તેમજ બેંક મેનજર  દ્વારા બેંકમાં ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે અટલ પેન્શન તેમજ બીજી યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. મહિલાઓ પોતાના માટે બચત કરી શકે સી.ડી.પી.ઓ મીતાબેન જાની દ્વારા મહિલાઓને બેટી બચાવો બેટી પઢાવો, વ્હાલી દિકરી યોજના અંતર્ગત જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતુ. તેમજ પગભર રહેવું કેટલું જરૂરી છે તેના માટે શિક્ષણ ની જરૂરિયાત વિશે ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિરમગામ આઇ.સી.ડી.એસ કચેરી દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિરમગામ નગરપાલીકાના પુર્વ પ્રમુખ રીનાબેન પંડ્યા,  રૂકશાનાબેન ગીલાની ઉપસ્થીત રહ્યા હતા અને મહિલાઓને માર્ગદર્શન આપ્યુ હતુ.

(10:06 pm IST)