Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

મારે પણ મંત્રી બનવું હતું અને સત્તા જોઇતી જ હતી : અલ્પેશ ઠાકોર

કોંગ્રેસ નહી છોડવાની અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી : કોંગ્રેસમાં જ રહીને સમાજના લોકો માટે સર્વાંગી વિકાસના કામો કરશે : લોકસભા ચુંટણી નહીં લડવા માટેનો નિર્ણય

અમદાવાદ,તા. ૯ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલું છે, કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાઇ રહ્યા છે, ત્યારે રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લઇને ભાજપમાં જોડાવવાને લઇને ઠંડુ પાણી રેડી દેતાં આ મુદ્દે સસ્પેન્સ ખતમ થઇ ગયું છે. અલ્પેશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપમાં જોડાવવાની વાતને લઇને તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે.          અલ્પેશ ઠાકોરે તમામ મુદ્દે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, સત્તા બધાને સારી લાગે છે. જેથી હું મારા સમાજના લોકો માટે બધુ કરી શકીશ, જ્યાં સુધી મારી ભાજપમાં જોડાવવાની વાત છે, તો હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે, હું કોંગ્રેસ નહીં છોડું. હું પાર્ટીમાં જ રહીને મારા સમાજના લોકો માટે સર્વાંગી વિકાસ કરીશ. કોંગ્રેસ માં જ રહીશ કહીને તેણે જણાવ્યું હતું કે, છેલ્લા લાંબા સમયથી મારી નારાજગીની ચર્ચા હતી. મારે મંત્રી બનવું હોત તો છ મહિના પહેલા બની ગયો હતો. હું મંત્રી બનવા માંગતો હતો. અલ્પેશે આજે લોકસભાની ચૂંટણી પણ નહીં લડવાનો નિર્ણય લોકો સામે રજૂ કર્યો હતો, તેમણે જણાવ્યું કે, હું લોકસભાની ચૂંટણી લડવાનો નથી, સાથે મારી પત્ની પણ રાજકારણમાં નહીં આવે. મારી પત્ની મારા પરિવારની સેવા કરશે. તેનાથી વિશેષ કંઇ જ નથી. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, હું લોકોનાં જનાદેશથી કોંગ્રેસ પાર્ટીમાં ગયો હતો. કોંગ્રેસથી મારી કોઇ નારાજગી નથી. તેમને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા મંત્રીઓને પણ શુભેચ્છા પાઠવી હતી. મારી સાથે લાખો યુવાનો જોડાઇને કામ કરશે, પરંતુ હું દબાણમાં કામ કરવા માંગતો નથી. અલ્પેશે વધુમાં કહ્યું કે ઈમાનદારીથી કહું છું કે મેં મંત્રી પદ વિશે વિચાર્યુ હતું. હું મંત્રી બનું, આ કામ કરું, તે કરું. મારી સાથે જોડાયેલા લોકો ગરીબ છે. પોતાના ઘર નથી, શિક્ષણ નથી, રોજગાર નથી, ખાવાના પણ ફાંફા છે, તેમના માટે હવે કામ કરવા છે. અમારો ખુબ સંઘર્ષ છે. અલ્પેશે પોતે એકલતામાં ઘણીવાર રોયો  હોવાની  પણ કબૂલાત કરી હતી. આ સાથે અલ્પેશે ભાજપમાં જોડાવવા મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે. અલ્પેશે સ્પષ્ટ કર્યું કે, મારા લોકોએ કહ્યું કે, ૨૦૧૭માં તારી પાસે પૈસા હતા, સત્તામાં હતો, તારી પાસે કંઈ ન હતું. છતાં તારી સાથે જોડાયા. શું તારી પાસે અમે પૈસા માંગ્યા, મકાનો માંગ્યા, અમારા વિકાસની વાતો કરી. તું જ્યારે પોતાની સરકાર લઈ આવે ત્યારે મારે માંગવાની જરૂર નહીં પડે. અમને પણ ખબર છે તું સત્તામાં નથી. તારી પાસે કંઈ નથી છતાં જ્યાં સન્માન છે. જ્યાં તુએ વાયદો કર્યો છે. જે મુદ્દાને લઈને રાજનીતિમાં જોડાયો છે તેને ગાંઠે બાંધીને રાખ અમે તારી સાથે છીએ.

 સત્તા વગર રહી શકું સન્માન વગર નહીં. મારી વાતથી કેટલાક યુવાઓ નારાજ થશે. અમે સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો છે. ગરીબો, ખેડૂતો એસસી એસટી ઓબીસી માટે લડીશું. કોંગ્રેસમાં રહીશું અને કોંગ્રેસનું સમર્થન કરીશું.

 

(8:16 pm IST)