Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

આણંદમાં સોનાના દાગીનાનો વેપાર કરનાર શખ્સને પડીકી પીવળાવી 3.73 લાખની ઉઠાંતરી કરનાર બે વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ :શહેરમાં સોનાના દાગીનાનો વેપાર કરતા અમદાવાદના કમીશન એજન્ટને હાડગુડના બે શખ્સોએ પડીકી ખવડાવીને બેભાન જેવો કરી દઈ પાકીટમાંથી ૩.૭૩ લાખ ઉપરાંતની મત્તા ચોરી કરીને લઈ જતાં આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર અમદાવાદ ખાતે રહેતા દિપેન્દ્રસિંહ વિક્રમસિંહ ચુડાસમા મીના જ્વેલર્સમાં કમીશન એજન્ટ તરીકે કામકાજ કરે છે. તેઓનું કામ આણંદ અને ખેડા જિલ્લાની બેંકમાં મુકેલા ગ્રાહકો દ્વારા મુકવામાં આવેલા ગીરો દાગીના બજાર કિંમતે ખરીદ કરવાનું છે. ગત ૨૨મી ફેબ્રુઆરીના રોજ હાડગુડના ફારૂકભાઈ ઈમદાદઅલી સૈયદ અને સીરાજખાન મહેબુબખાન પઠાણે તેમને ફોન કરીને બેંકમાં મુકેલા દાગીના છોડાવવાની વાત કરી હતી. જેથી તેમણે આણંદ આવીશ ત્યારે વાત કરીશું તેમ જણાવ્યું હતુ. દરમ્યાન ગત ૭મી તારીખના રોજ દિપેન્દ્રસિંહ આણંદ આવ્યા હતા અને ઉક્ત બન્નેનો સંપર્ક સાધીને મળ્યા હતા. જ્યાં બન્નેએ આણંદની ફીનકેર બેંકમાં દાગીના ગીરો પડ્યા હોવાનું જણાવ્યું હતુ. ત્યાં જઈને વજન કરતાં ૯.૨૦૦ ગ્રામ દાગીના થયા હતા જેની બજાર કિંમત ૨૬ હજાર રૂપિયા થતી હતી. જેથી ફીનકેર બેન્કમાં ચુકવવાના ૨૦૧૩૮ ચુકવી દીધા હતા બાકીના ૫૮૫૦ બન્નેને આપી દીધા હતા અને દાગીના છોડાવી લીઘા હતા. 

 

(5:28 pm IST)