Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

મહેમદાવાદ-ડાકોર નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ચારની હાલત ગંભીર

ખેડા: જિલ્લાના મહેમદાવાદ અને ડાકોર નજીક સર્જાયેલા બે જુદા-જુદા માર્ગ અકસ્માતમાં ચારને ઈજાઓ થતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે જે તે પોલીસ મથકે ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદની ગુજરાત હાઉસીંગ સોસાયટીમાં રહેતાં મનુભાઈ લાલજીભાઈ પરમાર ગત મંગળવારના રોજ ગામમાં આવેલ હીમસાગર સોસાયટી નજીકથી ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલ મોટરસાઈકલ નં જીજે ૦૭ બીએસ ૬૮૧૭ ના ચાલકે મનુભાઈને અડફેટે લેતા ઈજાઓ થવા પામી હતી. 

(5:27 pm IST)