Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ચિખોદ્રામાં ડોક્ટરની જમીન પચાવી પાડવા માટે ખોટા કાગળિયા બનાવનાર ભેજાબાજ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:શહેર નજીક ચિખોદ્રા ખાતે આવેલી ડોક્ટરની જમીન પચાવી પાડવા માટે ડોક્ટરની બોગસ સહીઓ કરીને તેને કોર્ટમાં રજુ કરીને જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરનાર ટોળકી સામે ડોક્ટરે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

શહેરના જુનાપાદરારોડ પર આવેલી મીહીરપાર્ક સોસાયટીમાં રહેતા ડો. ઉદય રામચન્દ્ર પુરદંરે દાંડિયાબજારમાં લેબોરેટરી ધરાવે છે. તેમણે ગત ૨૦૦૬માં ચિખોદ્રા ગામની જમીન મુળજમીન માલિક મગનભાઈ પટેલ પાસેથી વેંચાણ દસ્તાવેજથી ખરીદ કરી હતી જે તેમના નામે છે. તાજેતરમાં માધ્યમોમાં આવેલી જાહેર નોટીસ મારફત તેમને જાણ થઈ હતી કે તેમની માલિકીની ઉક્ત જમીન પચાવી પાડવા માટે કેટલાક ભેજાબાજોએ કાવતરુ રચી તેમની તેમજ તેમના પરિવારજનોના નામની બનાવટી સહીઓ કરીને બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. તેઓએ લેખિત જવાબ લખી તેને દસ્તાવેજ સાથે ગત ફેબુ્રઆરી-૯૯માં કોર્ટમાં રજુ કર્યા હતા.

 

(5:20 pm IST)