Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

૪૬ વર્ષના અમદાવાદના નીપાસિંઘે સુંદરતામાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યોઃ જમાઇકામાં ઇન્ટરનેશનલ કો.ઓર્ડીનેટર હસ્તે એવોર્ડ મેળવ્યો

યોગાનુયોગ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ વર્લ્ડ રેકોર્ડ સ્થાપનાર અમદાવાદના અગ્રણી મનજીતસિંઘના પત્ની નીપાસિંઘે આ એવોર્ડ દેશની તમામ મોટી ઉંમરની મહિલાઓને અર્પણ કરી, મોટી ઉંમરની મહિલાઓને પ્રોત્સાહન આપવા સાથે જીવનમાં આવેલી નિરાશા દુર કરવાનું કાર્ય કરતા સર્વત્ર પ્રસંશા મેળવી છે

રાજકોટ, તા., ૯: અમદાવાદના અને ગુજરાતભરમાં જાણીતા નીપાસિંઘ કે જેઓ બ્યુટી કોન્ટેસ્ટમાં ર૦૧૭-૧૮માં વિજેતા બન્યા હતા. તેઓએ ફરી એક વખત મોટી ઉંંમરની મહિલાઓને દેશભરમાં ગૌરવ અપાવ્યું છે. સુંદરતાના ક્ષેત્રમાં તેઓ ઇન્ટરનેશનલ કક્ષાએ ૪૬ વર્ષની ઉંમરે ભાગ લઇ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે.

તેણી મીસીસ યુનાઇટેડ નેશનલ પેગેન્ટ  અનેે કોમીનીટી એમ્બેસેડર એવોર્ડ યોગાનુયોગ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે જ મેળવ્યો છે. તેણીએ આ એવોર્ડ દેશની તમામ મહિલાઓને અર્પણ કર્યો છે.

જમાઇકાના કિંગ સ્ટોન ખાતે 'ધ વજરા વર્લ્ડ રેકોર્ડસ'  નીપાસિંઘે આ એવોર્ડ શ્રી જતીન સાધુ કે જેઓ ઇન્ટરનેશનલ  કો. ઓડીનેટર અને ઇન્ટરનેશનલ જયુરી મેમ્બર  (વજરા વર્લ્ડ રેકોર્ડસ) હસ્તે મેળવ્યો છે. (૪.૩)

(12:03 pm IST)