Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

વડોદરા : પેપર નબળું જતા એકના એક પુત્રએ જીવ દઇ દીધો

રાજકોટ તા. ૯ : ફતેગંજ વિસ્તારની ઉમંગ સોસાયટીમાં રહેતો અદ્વૈત અમીશભાઇ સલાટ (ઉ.૧૭)એ પેપર નબળું જતા પંખા સાથે પ્લાસ્ટીકની દોરી વડે ફાંસો ખાઇ જિંદગી ટુંકાવી લીધી.

અદ્વૈત ધોરણ ૧૨ સાયન્સમાં જય અંબે વિદ્યાલય (અમીતનગર)માં અભ્યાસ કરતો હતો. તેના પિતા અમીશભાઇ જગદીશભાઇ સલાટ માણેજા ખાતે આવેલી એબીબી કંપનીમાં મેનેજર તરીકેની ફરજ બજાવે છે. તેમના એકના એક પુત્ર અદ્વૈત તા. ૭મીના રોજથી શરૂ થયેલી એચએસસી બોર્ડની પરીક્ષા આપી રહ્યો હતો. ફીઝીકસનું પેપર તેને આપી દીધું હતુ. ત્યારબાદ તે થોડો હતાશ હતો. કેમેસ્ટ્રીના પેપરમાં તે ખૂબ સારી દેખાવ નહી કરી શકે તેનો ભય તેને સતાવતો હતો.

(9:39 am IST)