Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

કેન્દ્ર સરકારના પૂર્વ નાણા સચિવશ્રી હસમુખભાઇ અઢીયાની સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ચાન્સેલર તરીકે નિમણુંક

રાજકોટ : કેન્દ્ર સરકારના પૂર્વ નાણા સચિવ હસમુખભાઇ અઢીયાની આજે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર (કુલાધિપતિ) તરીકે નિમણુંક ભારત સરકારના એચઆરડી ખાતાએ કરેલ છે.

તેઓની સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગર ખાતે પાંચ વર્ષ માટે ચાન્સેલર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓને અપાતી ડિગ્રીઓમાં ચાન્સેલર તરીકે હવે હસમુખભાઇ અઢીયાની સહી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે  કોઇપણ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના કુલપતિ શપથવિધિ કરાવતા હોય છે અને પદવી એનાયત કરતા હોય છે અનેઆ પદવીમાં કુલાધિપતિની સહી હોય છે.

(9:55 pm IST)