Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

વડોદરા મહાનગર પાલિકા બહાર હંગામી સફાઈ કર્મચારીઓના ધરણા પ્રદર્શન ;કાયમી કરવા માંગણી

 

વડોદરા મહાનગર સેવાસદનના હંગામી સફાઇ કર્મચારીઓએ ફરી એક વખત સેવાસદન કચેરી પર ધરણા યોજ્યા હતા. હંગામી સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ કરી હતી

  અગાઉ બે મહિના પહેલા વિવિધ માંગણીઓને લઈને સેવાસદન ખાતે ધરણા કર્યા હતા. અને ત્યારે કાયમી કરવાની હૈયા ધારણ આપવામાં આવી હતી. પરંતુ સત્તાધીશોએ કોઈ કાર્યવાહી કરતા સફાઈ કામદારોએ ધરણા પ્રદર્શન કર્યું હતું..અને કાયમી કરવાની માંગ કરી હતી.

(8:45 am IST)