Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

૧૬ વર્ષની ઉંમરે અેર હોસ્ટેસ બનવાનું નક્કી કર્યા બાદ કરમસદના તરૂણાબેન પટેલ અેન્‍જીનિયરીંગ ગ્રુપના સીઇઓ બન્યા

તરૂણાબેન પટેલ કે જેઓ મૂળ કરમસદ ગામના છે જેઓ એક સમયે ફોરેન કન્ટ્રીમાં ફોરેન એરલાઈન્સના સફળ એર હોસ્ટેસ હતા પરંતુ અત્યારે તેઓ EMTICI એન્જિનિયરીંગ ગ્રુપના સીઈઓ છે. આ સાથે તેમને મધુબન રીસોર્ટની પણ સ્થાપના કરી છે. એક સફળ એર હોસ્ટેસની સાથે તેમને એક સફળ બિઝનેસમેન તરીકે પણ નામના મેળવી છે. વિમેન ડે નિમિત્તે તેમને પોતાની આ સફળતાની વાત રજુ કરી હતી.

તરૂણાબેને જણાવ્યું હતું કે, અમે પહેલા આફ્રીકમાં રહેતા હતા. એ સમયે હું જ્યારે 16 વર્ષની હતી ત્યારે લંડનની એક ફ્લાઈટમાં બેઠી હતી. ત્યારે મે એરહોસ્ટેસને જોયા પછી નક્કી કર્યું કે, હું પણ મારા કરીયરમાં સફળ એર હોસ્ટેસ બની જેથી મેં સ્ટડી શરૂ કર્યું. આ વિચાર આવ્યાના જ 5 વર્ષ એટલે કે 21 વર્ષની ઉંમરે હું એર હોસ્ટેસ બની ગઈ હતી. મારી જોબ ટ્રાન્સ વર્લ્ડ એરલાઈન્સમાં (TWA) લાગી. આ સમયે TWAમાં જોબ કરવું એક સ્ટેટસ મનાતું અને મને આ જોબ મળી હતી. ગુજરાતમાં જ નહીં પરંતુ પુરા ઈન્ડિયામાં હું એક જ માત્ર મહિલા હતી કે, જે ફોરેન કન્ટ્રીમાં રહીને ફોરેન એર લાઈન્સમાં જોબ કરતી હોય.

મારી આ જોબના કારણે ઘર પરીવાર અને સગા સબંધીઓએ વિરોધ પણ કર્યો. તેઓ કહેતા કે એર હોસ્ટેસ એટલે લોકોને ખાવાનું જ સર્વ કરવાનું. પરંતુ મે તેમનો રીયલ અર્થ સમજાવ્યો એર હોસ્ટેસ મુસાફરો માટે સેફ્ટી પણ રાખે છે. મુસાફરો માટે આ એક સેવાકીય કામ પણ છે. તો પણ ક્યાંય અંશે મને આ નારાજગી જોવા તો મળતી. પરંતુ મારા માટે આ એક ડ્રીમ હતું. જેને મે વિરોધ વચ્ચે પણ પુરુ કર્યું. કેમ કે એ સમય એવો હતો લોકો એવું કહેતા કે એક પટેલની દિકરી અને કરમસદ ગામની છોકરી થઈ આ પ્રકારની જોબ કરે છે. પરંતુ મારા પ્રિન્સિપલ અને ધ્યેય નિશ્ચિત હતો. હું ત્યાં રહીને પણ એક ઈન્ડિયન જ હતી.

તરૂણાબેને કહ્યુ કે, હું બે મહિનામાં અમેરીકાથી એકવાર મારા પરીવારને મળવા જરૂરથી આવતી હું વિદેશમાં ઉછરેલી અને ત્યાંજ મોટી થયેલી મે મારા કરીયરની શરૂઆત પણ ત્યાંજ કરેલી પરંતુ મારું મન તો ગુજરાતી જ હતું. જેથી મે ગુજરાતમાં જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. 32 વર્ષની ઉંમરે મે પ્રયાસવિન પટેલ સાથે લગ્ન કર્યા. પતિને બિઝનેસમાં સાથ આપવાનું નક્કી કર્યું અને મે મારા કરીયરની બીજી ઈનિંગ શરૂ કરી.

મેં એ સમયે પણ નક્કી જ કરી લીધુ હતુ કે, હું મેરેજ કરીશ તો એક ઈન્ડિયન સાથે જ. મને અહીં રહેતા મારા પરીવારને મળવાનું હંમેશા મન થતુ જેથી હું દર બે મહિને સમય કાઢીને અહીં આવતી હતી. 34 વર્ષ સુધી એર હોસ્ટેસની જોબ કર્યા બાદ મે અહીં જ વિદ્યાનગરમાં લગ્ન કર્યા અને પરીવારને બિઝનેસને આગળ વધારવાનું નક્કી કર્યું. આજે હું elecon ગ્રુપ ઓફ કંપનીની EMTICI એન્જિનિયરીંગ કંપનીમાં સીઈઓના પદે છું. તેના હેઠળ જ ફાઈવ સ્ટાર સુવિધા આપતો મધુબન રીસોર્ટ ચાલે છે. આણંદની નજીક આ પ્રકારનો રીસોર્ટ શરૂ કરવો પણ એક ચેલેન્જ હતી.

આ ચેલેન્જને મેં એક્સેપ્ટ કરી અને રીસોર્ટ ઉભો કર્યો જે અત્યારે ફક્ત ઈન્ડિયામાં જ નહીં પરંતુ વિદેશીઓમાં પણ વખણાય છે.  હું જે elecon ગ્રુપની સાથે જોડાયેલી છું જે મારા હસબન્ડ પ્રયાસવિન પટેલના અંડરમાં છે જેમા અત્યારે 6 હજાર લોકો કામ કરી રહ્યા છે.

કંપનીના નિયમો, પોલિસી બિઝનેસ સાબિત થયા માઇલસ્ટોન

મે પતિ પ્રયાસવીન પટેલ સાથે બિઝનેસમાં ઝંપલાવ્યું. ત્યારે મે જોયુ કે, એલીકોન કંપનીના માલિક એક હોવ છતાંય કંપનીની અલગ અલગ પોલિસી હતી જેથી એ દરમિયાન મે મારા પતિ સાથે વાત કરી તમામ કંપનીના વિભાગને, તેની પોલિસી અને નિયમોને એક તાંતણે જોડવાનું નક્કી કર્યું. આ તમામ બાબતો એક સાથે જોડાતા ટીમવર્કથી કામ થવા લાગ્યું. જે અમારી કંપની માટે ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટો બદલાવ હતો. જેના કારણે અમારી બધી જ કંપની એક જ પ્લેટફોર્મ પર આવી. જે આગળ જતા માઈલસ્ટોન સાબિત થયો.

પરિવાર પાસેથી મળ્યો સક્સેસ મંત્ર

મારા પિતા છોટુભાઈ પટેલ અને મારા માતા જશુબેન પટેલ કે જેમને મને પગભર થતા શિખવ્યું. મારા પિતા કહેતા કે, ત્યારે જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણ તેનો દરેક ખર્ચ હું જ આપીશ. પરંતુ એક વાત યાદ રાખજે જે દિવસથી તે તારું ભણવાનું પુરુ કર્યું અને જોબ કરતી થઈ એ પછી હું તને ખર્ચ માટે પૈસા નહીં આપું. મારા માટા મારા પિતાએ કહેલી વાત મને જીવનમાં કંઈક કરવા માટેની પ્રેરણા આપતી. જેથી મે પણ તેમની આ ચેલેન્જને એક્સેપ્ટ કરી.

તેમને વિશ્વાસ હતો કે, એક દિવસ તેમને મને આપેલા જીવનના આ પથ પર હું જરૂરથી સફળ બનીશ. મે પણ એ કરી બતાવ્યું. મે જ્યારે લગ્ન કર્યા ત્યારે તેનો તમામ ખર્ચ જોત જ ઉપાડ્યો હતો. મારા પિતા અને પરીવાર આ વાતથી ગદગદ થઈ ગયા હતા. આજે મારા માતા પિતા વડિલોના આશિર્વાદ ઉપરાંત મારા પતિ પ્રયાસવીન પટેલ તેમજ દિકરી આંકાક્ષા અને ઐશ્વર્યા મારી તાકાત છે.

વિમેન ડે પર મહિલાઓને આપ્યો સંદેશો

વિમેન ડે પર તેમને વાત કરતા વધુમાં કહ્યું કે, હું મારી જાતને પહેલાથી જ ઈન્ડિપેન્ડેન્ટ માનુ છું. જ્યારે મે મેરેજ કર્યા ત્યારે પણ મારા પિતા કે જેઓ સક્ષમ હોવા છતાંય મે મારો ખર્ચ જોત જ કાઢવાનું નક્કી કર્યું હતું. આજે પણ મે મારા એર હોસ્ટેસના સપનાની જેમ બિઝનેસને પણ કમિટમેન્ટ સાથે આગળ વધાવ્યો છે. જેટલી પણ મહિલા છે કે જેઓ સફળ થવા માગે છે તેમને દરેકે મક્કમ મનોબળ અને એક ઈરાદાથી આગળ આવવું જોઈએ.

(4:36 pm IST)