Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

સિદ્ધપુરના મેથાણથી ભાગેલા પ્રેમીપંખીડાએ રાધનપુરના ગેસ્ટહાઉસમાં ઝેરી દવા ગટગટાવી:હોસ્પિટલમાં ખસેડાયા

 સિધ્ધપુરના મેથાણ ગામના પ્રેમીપંખીડાએ રાધનપુરના ગેસ્ટહાઉસમાં ઝેરી દવા ગટગાવતાં બંને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે બંનેએ  ઝેરી દવા પીધેલ હોવાનુ ગેસ્ટહાઉસના માલીકને જણાતા તેઓએ તાત્કાલી રાધનપુર પોલીસને જાણ કરી હતી.પોલીસ બંન્ને સારવાર માટે ધારપુર ખાતે રીફર કરાયા હતા.

   આ અંગે જાણવા મળતી વિગત મુજબ સિધ્ધપુર તાલુકાના મેથાણ ગામના ઠાકોર આશાબેન અને પરમાર હસમુખભાઈ બંન્ને પ્રેમીપંખીડા મેથાણ ગામથી ભાગીને રાધનપુર પહોંચ્યા હતા.બંન્ને રાધનપુર ખાતે આવેલા ખાનગી ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા.જે સમય દરમીયાન ગેસ્ટ હાઉસમા માલીકને આ બંન્ને પ્રેમીયુગલ ઝેરી દવા પી ગયા હોય રાધનપુર પોલીસ મથકે જાણ કરી હતી .પોલીસ ગેસ્ટ હાઉસમાં જઈને બંન્ને યુવક યુવતીને બેભાન અવસ્થામાં જોતા પોલીસે બંન્ને પ્રેમીયુગલને રાધનપુર રેફરલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

   રાધનપુર રેફરલના તીબીબે બંન્ને યુગલે પોતાનુ જીવન ટુંકાવા સારૃ ઝેરી દવા પીધી હોવાનુ પ્રાથમિક તપાસમાં જણાવ્યુ હતુ.પરંતુ દવાનો શરીરના અન્ય ભાગમાં પ્રસરી જાય તે પહેલા વધુ સારવાર માટે બંન્ને પ્રેમીપંખીડાને પાટણ ખાતે આવેલ ધારપુર હોસ્પિટલમાં રવાના કર્યા હતા.આ બાબતે રાધનપુર પોલીસને પુછતા જણાવ્યુ હતુ કે બંન્ને ઝેરી દવા પી ગયા હતા.જે બાબતે રાધનપુર પોલીસ મથકે કોઈ ગુનો નોધાયો નથી.યુવક યુવતી સિધ્ધપુર તાલુકાના મેથાણ ગામના હોવાથી અમોએ કાકોસી પોલીસ મથકે જાણ કરી છે.

(1:53 am IST)