Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

રાઠવા જ્ઞાતિને અનુસૂચિત જનજાતિના દાખલાથી વંચિત: છોટાઉદેપુર જિલ્લો રોષભેર બંધ : જૈનમુનિના સાત દિવસથી આમરણાંત ઉપવાસ

નસવાડી:છોટાઉદેપુર જીલ્લામાં આદિવાસી સમાજે રાઠવા જ્ઞાતિને અનુસૂચિત જન જાતિના દાખલા આપવામાં વહીવટી તંત્ર અને સરકાર અન્યાય કરતી હોવાના મામલે છોટાઉદેપુર જીલ્લામાં ગામડાં બંધના એલાનને પગલે સમગ્ર જિલ્લો રોષભેર બંધ રહયો હતોઆજે છોટાઉદેપુર ઉપરાંત કવાંટ, બોડેલી અને પાવીજેતપુર પણ બંધ રહ્યા હતા. બંધને સફળ બનાવવા માટે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના કાર્યકરો મેદાનમાં આવ્યા હતા

  છોટાઉદેપુર જીલ્લાના તાલુકા છે જેમાં ૯૦ ટકાથી વધુ વસ્તી આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે જેમાં નસવાડી, સંખેડા, પાવી જેતપૂર બોડેલી ક્વાંટ, છોટાઉદેપુરમાં રાઠવા જ્ઞાાતિની વસ્તી ઠેરઠેર પથરાયેલી છે.રાઠવા જ્ઞાતિને કોળી રાઠવા ગણી તેઓની અનુસૂચિત જન જાતિમાંથી બાદબાકી કરી આદિવાસીને મળતા લાભો માંથી વંચિત કરવા સરકારે પેંતરા રચતી હોવાથી છોટાઉદેપુર જીલ્લાના આદિવાસીઓ અને ગણિવર્ય રાજેન્દ્ર મુનિ. મહારાજે જીલ્લામાં આદિવાસીઓને થતા અન્યાય સામે અવાજ બુલંદ કરવા માર્ચે છોટાઉદેપુર જીલ્લો બંધ રાખવા માટે એલાન કર્યુ હતુ

   અત્રે ઉલ્લેખનીય છે કે ગણિવર્ય રાજેન્દ્ર મુનિમહારાજ છેલ્લા દિવસથી આદિવાસીઓને દાખલામાં થતા અન્યાય સામ કવાંટ ખાતે ઉપવાસ પર ઉતર્યા છે. તેમણે બંધ શાંતિપૂર્ણ રીતે સફળ બનાવવા આદિવાસી નેતાઓને અપીલ કરી છે.

(11:52 pm IST)