Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

રાજ્ય સરકાર ચાલુ વર્ષે 27 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરશે

ખાનગી ક્ષેત્રની સાથે સરકારના વિવિધ વિભાગોનાં વર્ગ-૧થી ૩ના સંવર્ગમાં ૭૦,૦૦૦ થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરાઈ

 

ગાંધીનગર: રાજ્ય સરકાર ધ્વારા ચાલુ વર્ષે 27000થી વધુ જગ્યાઓ પર ભરતી કરશે છેલ્લા એક વર્ષમાં ગૃહ વિભાગની ૨૫,૫૫૨ની ભરતી સહિત ૭૦ હજારની ભરતી કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું છે વિધાનસભામાં સામાન્ય વહીવટી વિભાગની મંત્રી પરિષદની મહેસૂલી ખર્ચની .૭૦ કરોડ,ચૂંટણી અંતર્ગત મહેસૂલી ૧૪૭ કરોડ મૂડીને લગતી ૧૦૦ કરોડ તેમજ સામાન્ય વહીવટી વિભાગની ૧૨૨ કરોડની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.

 

  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે સામાન્ય વહીવટ વિભાગની માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું હતું કે, ખાનગી ક્ષેત્રની સાથે રાજ્ય સરકારના વિવિધ વિભાગોનાં વર્ગ-૧થી ૩ના સંવર્ગમાં અંદાજીત ૭૦,૦૦૦ થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. ભરતીમાં ગૃહ વિભાગની ૨૫,૫૫૨, પંચાયત ગ્રામ વિકાસની ૧૧,૫૬૩, શિક્ષણની ,૦૦૦, મહેસૂલ વિભાગની ,૧૬૬, આરોગ્ય વિભાગની ,૮૭૪, વન અને પર્યાવરણ વિભાગની ,૪૮૪ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે.

  રાજ્યમાં ભરતી પ્રક્રિયા પારદર્શી રીતે અને જરૂરીયાત પ્રમાણે કરવા ગુજરાત જાહેર સેવા આયોગ અને ગૌણ સેવા પસંદગી મંડળ માટે અનુક્રમે રૂ.,૦૯૮.૨૮ લાખ તથા રૂ.,૪૯૫.૯૫ લાખની જોગવાઇ કરી છે. રાજ્યમાં વર્ષ ૧૯૯૨ થી સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) અમદાવાદ દ્વારા વિવિધ તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે.તેમાં અત્યાર સુધીમાં ૧૬૯ ઉમેદવારોએ યુ.પી.એસ.સી. પાસ કરીને નિમણૂંક મેળવી છે.રાજ્યના તેજસ્વી યુવાનો IAS, IFS, અને IPS જેવી વિવિધ અખિલ ભારતીય પરીક્ષાઓમાં ઉત્તિર્ણ થઇને સરકારની ઉચ્ચ પદવીઓ પર નોકરી મેળવી શકે તે હેતુથી તેમને તાલીમ આપવા માટે ચાલુ વર્ષે ૨૦૧૮-૧૯ના અંદાજપત્રમાં રૂા.૧૫૮૬.૪૨ લાખ ફાળવવામાં આવ્યા છે. ૨૦૧૩ થી ૨૦૧૮ સુધી કુલ ૧૯૦૦ તાલીમાર્થીઓને તાલીમ અપાઇ છે. ઉપરાંત કર્મચારીઓની કાર્યક્ષમતા વધે અને ગુણવત્તામાં વધારો થાય તે માટે આઇ..એસ. જેવા ઉચ્ચ સંવર્ગથી લઇ વર્ગ -૨ના સંવર્ગને HRMS હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ અપનાવી પેપરલેસ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. યોજના અંતર્ગત ૨૫૦૦૦ થી વધુ કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા છે.

  ગુજરાત વિધાનસભામાં શુક્રવારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગની ચર્ચા હાથ ધરાઈ. જેમાં રાજ્ય સરકારે જાહેરાત કરી કે માર્ગ મકાન વિભાગ માટે 9252 કરોડનું બજેટ મંજૂર કરાયુ છે. તેમજ દરેક ગામને મુખ્ય માર્ગ સાથે જોડાશે.

  ઉપરાંત પ્રજાની સલામતી અને ટ્રાફિક હળવો કરવા 895 પુલ પર નવી રેલીંગ અને સ્ટેટ હાઈવે પર 750 જગ્યાએ અન્ડરપાસ અને ઓવરબ્રિજ બનાવાશે. સરકારે જાહેરાત કરી કે ગ્રામ્યના તાલુકા મથક અને જીલ્લા મથકોના માર્ગો પણ પહોળા કરવાની કામગીરી હાથ ધરાશે. જેની સામે કોંગ્રેસ સવાલ કર્યો કે રાજ્યમાં અત્યાર સુધીમાં 1891 રસ્તાઓ ખોવાઈ ગયા તેનો હિસાબ સરકારે આપ્યો નથી. રાજ્ય સરકારે પોતાની જવાબદારીમાંથી છટકવા રાજ્ય ધોરી માર્ગોને રાષ્ટ્રીય ધોરી માર્ગ હેઠળ ઓસ્ટ્રેલિયાની કંપનીને પધરાવી દેવાનું વલણ અખત્યાર કર્યુ છે.

(11:48 pm IST)