Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

બહેનના લગ્ન વટથી કર્યા છે,ખર્ચ પણ કર્યો છે,જેને જે કરવું હોય તે કરી લ્યે :બહેનના વૈભવી લગ્ન મામલે હાર્દિક પટેલનું તડનેફ્ડ

હું ઈમાનદારી તાકાતથી બોલું છું.સમાજિક છું અને પારિવારિક પણ, હું સાહેબની જેમ પથ્થર દિલ નથી કે પરિવારને ભૂલી જાઉં.’

 

સુરત: ટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) ના કન્વીર હાર્દિક પટેલે તેની બહેનના લગ્નમાં થયેલ ખર્ચ અંગે સોશયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી થતી ચર્ચાના જવાબમાં સુરત કોર્ટમાં મુદ્દતે આવેલા હાર્દિક પટેલે કહ્યું કે,‘બહેનના લગ્ન વટથી કર્યા છે, ખર્ચ પણ કર્યો છે. દરેક બાપની ઈચ્છા એની દીકરીના લગ્ન ધામધૂમથી કરવાની હોય છે, ત્યારે લોકો જે મેસેજ વહેતા કર્યા છે, તેને જે કરવું હોય તે કરી લે.’

   હાર્દિકે તેની બહેનના લગ્ન પર થયેલા ખર્ચ પર વધુમાં જણાવ્યું કે,‘ગુજરાતમાં જેટલા ભાઈઓ છે, શું તે તેમના બહેનના લગ્ન ધામધૂમથી નથી કરતા.શું અમે એટલા ગરીબ છીએ પોતાની બહેનને શાંતિથી અને ઈજ્જતથી વિદાય કરી શકીએ. બહેન લગ્ન દરેક ભાઈનું એક સપનું હોય છે, પિતા માટે ખુશીનો પ્રસંગ હોય છે. દરેકની ઈચ્છા હોય છે અને પ્રમાણે બહેનના લગ્ન પણ ધામધૂમથી કર્યા છે. અમુલ લોકો લગ્નના ખર્ચને લઈને સોશયલ મીડિયામાં જે સવાલો ઉઠાવી રહ્યા છે, તેને મારે કહેવું છે કે જે કરવું હોય તે કરી લેજો. જે કંઈ પણ બોલું છું ઈમાનદારી અને પોતાની તાકાતથી બોલું છું. જેનાથી જે થાય કરી લેવાની છૂટ છે. સમાજિક છું અને પારિવારિક પણ, હું સાહેબની જેમ પથ્થર દિલ નથી કે પરિવારને ભૂલી જાઉં.’

   રાજ્યમાં હાલમાં ચાલી રહેલા પાણીના સંકટ પર બોલતા હાર્દિકે રૂપાણી સરકારને આડેહાથ લીધી. તેણે કહ્યું કે, રૂપાણી સરકારની અણઆવડતને કારણે પાણી ગાયબ થયું છે. તેણે કહ્યું કે, ‘સીએમ ઉનાળુ પાક નહીં લેવાનું કહે છે તે શરમજનક છે. 24 કલાક વીજળીનો સરકારનો દાવો ખોટો છે.’

  પિતરાઈ ભાઈ રવિના લગ્નમાં હાજરીને લઈને ઉઠેલા સવાલ અંગે હાર્દિકે કહ્યું કે, ‘મેં ક્યારેય કંઈ છૂપાવ્યું નથી. રવિને મુકેશે 30 લાખ આપ્યા હતા. તેનો વીડિયો જે-તે સમયે વાઈરલ થયો હતો. જો તેણે મને આપ્યા હતા તો કેમ હજુ સુધી તેમણે મારા પર કેસ નથી કર્યો.’

(11:04 pm IST)