Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

મા અન્નપૂર્ણા યોજનાથી ગરીબોને આવરી લેવાયાઃ કોઇ ભૂખ્યો ન રહે તેનો હેતુ છે:જયેશભાઈ રાદડીયા

અમદાવાદ,તા.૯ : અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું છે કે, રાજયમાં કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે માટે માત્ર ૨ રૂપિયે કિલો ઘઉં અને ૩ રૂપિયે કિલો ચોખા પુરા પાડવાના રાજ્ય સરકારે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળમાં અન્નપૂર્ણા યોજના હેઠળ જરૂરીયાતમંદ ગરીબોને વિતરણ કરી રહી છે. નવસારી જિલ્લામાં મા અન્નપૂર્ણા યોજના હેઠળ અનાજના જથ્થાનું વિતરણ અંગે વિધાનસભા ગૃહમાં પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું કે, તા. ૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૧,૦૨,૬૨૫.૬૯ મે.ટન અનાજના  જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે. મા અન્નપૂર્ણા યોજનામાં લેવાતી ફીંગરપ્રિન્ટ તેમજ આધાર લીન્ક બાબતે વિપક્ષના પ્રશ્નો ઉત્તરમાં જણાવ્યું કે, પારદર્શી રીતે જરૂરતમંદને જ આ યોજનાનો લાભ મળે તે માટે આ પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. આધારલીન્ક બાબતે જણાવ્યું કે જે વિસ્તારોમાં મોબાઇલ લીન્કના પ્રશ્નમાં મેન્યુઅલી જથ્થાનું વિતરણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે. જેથી રાજ્યનો કોઈપણ ગરીબ આ યોજનાથી વંચિત ન રહે તે રાજ્ય સરકારનો હેતુ છે.

(10:14 pm IST)