Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

લ્યો.બોલો...રાજય સરકારે હવે સ્વીકાર્યુ કે, ખેડૂતોને ઉત્પાદન વસ્તુના પોષણક્ષમ ભાવ મળતા નથી

ગાંધીનગરઃ ખેડૂતોને ખેત ઉત્પાદન વસ્તુના પોષણક્ષમ ભાવ મળતા ન હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે

વિધાનસભા ગૃહમાં વિધાનસભા ગૃહમાં ચાલતી કાર્યવાહીમાં આજે પણ ટેકાના ભાવે મગફળી ખરીદીનો મુદ્દો ચર્ચાયો હતો. જોકે પ્રશ્નોત્તરી કાળમાં પૂછાયેલા એક સવાલમાં ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ આપવાના મુદ્દે સરકાર વિપક્ષના ભીંસમાં આવી ગઈ.

ટેકાના ભાવે મગફળી અને બાદમાં હવે ટેકાના ભાવે તુવેર ખરીદી માટે તત્પરતા દાખવીને ખેડૂતોની હિતેચ્છુ સરકારનું સત્ય ઉંઘાડુ પડી ગયુ છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ સમયે સરકારે એ વાત સ્વિકારી છે કે, રાજ્યમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે પૂછેલા સવાલના જવાબમાં સરકારે આ વાત કબૂલવી પડી. તો સાથે જ ખેડૂતો માટે આયોગ બનાવવા માટે પણ સરકાર નિરસ હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવી કટાક્ષ કર્યો.

રાજ્યભરમાં 32 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયુ છે. આઠ લાખ મગફળીની ટેકાના ભાવે ખરીદી બાદ સરકારે ભલે વધુ એક લાખ ટન મગફળીની ખરીદીની જાહેરાત કરી હોય. પણ મોટા ભાગની મગફળી માત્ર ૫૦૦ થી ૬૦૦ ના ભાવે વેચાશે. તેવો કોંગ્રેસે આક્ષેપ લગાવીને મગફળી ખરીદીમાં કૌભાંડ થયું હોવાની વાત કહી હતી.

(8:20 pm IST)