Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

અમદાવાદમાં ફી નિયમન કાયદા મુદ્દે સંચાલકો અને અધિકારીઓ વચ્‍ચેની બેઠકનું કોઇ પરિણામ નહીં

અમદાવાદઃ ફી નિયમન કાયદા મુદ્દે અમદાવાદ ખાતે આજે સંચાલકો અને અધિકારીઓની બેઠક મળી હતી. પરંતુ આ બેઠકમાં કોઇ પરિણામ આવ્યું નથી અને સ્‍પષ્‍ટતા કરવામાં આવી નથી.

અમદાવાદમાં શીલજ ખાતે આયોજિત ખાનગી શાળાના સંચાલકો અને સરકારના અધિકારીઓ વચ્ચેની આ બેઠકમાં અધિકારીઓએ શાળા સંચાલકોને માત્ર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું જ માર્ગદર્શન આપ્યુ.

વાલીઓએ વર્ષે 2017-18 ની કેટલી ફી ભરવી તેની ફરિયાદો અધિકારીઓને મળી છે. છતાં ફી મુદ્દે હાલ કેટલી પ્રોવિઝનલ ફી ભરવી તેની કોઈ સ્પષ્ટતા મીટીંગમાં થઈ નથી. તેમજ આગામી શાળા સંચાલકોએ આટલી ધીરજ ધરી છે. ત્યારે વધુ થોડી ધીરજ રાખવાની સરકારી અધીકારીઓએ અપીલ કરી હતી.

અમદાવાદના શીલજ ખાતેની આનંદ નિકેતન સ્કુલ ખાતે આયોજિત બેઠકમાં ખાનગી શાળાના સંચાલકો આચાર્ય ટ્રસ્ટી ગણ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી અધિકારીઓ શાળા સંચાલકો ફી અંગે સમજાવી રહ્યા હતા. ત્યારે તુલીપ સ્કુલના સંચાલકોએ તરફથી હિન્દી કે અંગ્રેજીમાં જવાબ આપવા જણાવ્યુ. જોકે અધિકારીઓએ ગુજરાતમાં શાળા ચલાવવી હોય તો ગુજરાતી શીખવી પડશે તેવી સ્પષ્ટ ટકોર કરી.

(6:28 pm IST)