Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

છેલ્લા બે વર્ષમાં કેન્‍દ્ર સરકાર દ્વારા ડેરી વિકાસ માટે ફાળવાતી ગ્રાન્ટમાં ઘટાડોઃ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પ્રશ્નના જવાબમાં સરકારનો દ્વારા ખુલાસો

છેલ્લા બે વર્ષમાં કેન્‍દ્ર સરકાર દ્વારા ડેરી વિકાસ માટે ફાળવાતી ગ્રાન્ટમાં ઘટાડોઃ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પ્રશ્નના જવાબમાં સરકારનો દ્વારા ખુલાસો

ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને ડેરી વિકાસ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા વિધાનસભામાં પુછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં જણાવાયુ હતું કે છેલ્લા ૨ વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી ડેરી વિકાસ માટે ફળવાતી ગ્રાન્ટ ઘટી છે.

 

રજુ કરવામાં આવેલ આંકડા મુજબ, વર્ષ ૨૦૧૬માં કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને ડેરી વિકાસ માટે ૨૦,૦૫,૮૯,૦૧૮ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જ્યારે વર્ષ ૨૦૧૭માં કેન્દ્ર સરકારે ડેરી વિકાસ માટે ગુજરાતને ૧૨, ૪૮,૫૮,૪૩૭ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. આમ, એક વર્ષમાં ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી મળથી ડેરી વિકાસ ગ્રાન્ટ ૭,૫૭,૩૦,૫૮૧ રૂપિયા ઘટી ગઈ છે. જેને લઈને કોંગ્રેસે સરકાર પર સવાલો ઉઠાવ્યા છે.

અલ્પેશ ઠાકોરનુ કહેવુ છે કે, ડેરી ઉદ્યોગ ગુજરાતનો સૌથી મહત્વનો ઉદ્યોગ છે. ગુજરાતના વિવિધ ગામોના લાખો પરિવારો ડેરી ઉદ્યોગથી પોતાનુ ગુજરાન ચલાવે છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ડેરી વિકાસ માટે ફળવાતી ગ્રાન્ટ ઘટાડીને રાજ્યને અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેમજ કેન્દ્રની યુપીએ સરકાર સમયે ગુજરાતને અન્યાયને વાતો કરતી રાજ્ય સરકાર હવે એનડીએની કેન્દ્ર સરકાર દ્વારા થતા અન્યાય મુદ્દે એકપણ શબ્દ બોલવા માટે તૈયાર નથી.

(6:28 pm IST)
  • દેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST

  • જીતેન્દ્ર પરના જાતિય શોષણના કેસમાં નવો વળાંક : તેની કઝિને ફેરવી તોળ્યું, હવે કહ્યું ‘માત્ર છેડતી કરી હતી, સંબંધ નહોતો બાંધ્યો’ access_time 9:24 am IST

  • જગવિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી હતી. access_time 1:04 pm IST