Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ફી નિયમનનો અનોખો વિરોધઃ વડોદરામાં વાલીઓએ જોકરના કપડા પહેરીને રેલી યોજી

વડોદરાઃ રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. પરંતુ શાળા સંચાલકો તેની મનમાની કરતા હોવાના આક્ષેપ સાથે વડોદરામાં વાલીઓ જોકર બનીને વિરોધ કરીને રેલી યોજી હતી.

સરકાર દ્વારા ફી નિયમન કાયદાનું પાલન કરાવવા શાળા સંચાલકો સૂચન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ કાયદા પર મંજૂરીની મોહર લગાવવામાં આવી હતી. તેમ છતાંય શાળા સંચાલકો દ્વારા ફી નિયમન કાયદાનો ભંગ કરવામાં આવે છે.

ત્યારે વડોદરા શહેરમાં આજે વાલીઓ તેમજ ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા એક અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વાલીઓ તથા પોતાના બાળકોને જોકરના કપડા પહેરાવીને રેલી યોજી હતી. વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આવેદન આપીને શાળાઓ પર કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. 

(6:27 pm IST)