Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

આણંદ જિલ્લામાં ત્રણ યુવતી,મહિલા અને ઈસમ સહીત પાંચ યુવકો અચાનક ગૂમ થઇ જતા ગુનો દાખલ

આણંદ:જિલ્લામાંથી ત્રણ યુવતીઓ, એક મહિલા અને એક યુવાન એમ મળીને કુલ પાંચ વ્યક્તિઓ ગુમ થતાં આ અંગે પોલીસે જાણવા જોગ નોંધો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
આણંદની ગ્રીનવીલે સોસાયટીમાં રહેતી વાસંતીબેન ભેરૂમલ મહેશ્વરી નામની ૫૮ વર્ષીય મહિલા ગત ૭મી તારીખના રોજ ગુમ થઈ ગઈ હતી. ચીખોદરા નવી પાણીની ટાંકી પાછળ રહેતી કામીનીબેન ભલાભાઈ ઠાકોર નામની ૧૯ વર્ષીય યુવતી ગત ૧૫મી તારીખના રોજ ગલ્લે જઈને આવું છુ તેમ જણાવીને નીકળ્યા બાદ ક્યાંક ગુમ થઈ ગઈ હતી.
કરમસદની પ્રતિભા ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી રાજસી મહેશભાઈ સોલંકી (ઉ. વ. ૧૮)ગત ગઈકાલના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જઈને ગુમ થઈ ગઈ હતી. ચોથા બનાવમાં આંકલાવ તાલુકાના ભેટાસીવાંટા બ્રહ્મપોળ ખાતે રહેતા જીતસીંગ લ-મણસિંગ પરમાર (ઉ. વ. ૪૫)ગત ૬ઠ્ઠી તારીખના રોજ રસોડે જાઉ છું તેમ કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતી જ્યારે તારાપુર તાલુકાના નવી રેલ ગામે રહેતી રેખાબેન ભવાનભાઈ ભરવાડ નામની ૧૯ વર્ષ અને પાંચ માસની ઉંમર ધરાવતી યુવતી ગત ૧લી તારીખના રોજ ગુમ થઈ ગઈ હતી.

(6:01 pm IST)