Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

મોડાસા-હિંમતનગર નજીક પુરઝડપે આવતી લકઝરી બસે ડાલાને હડફેટે લેતા રાહદારીનું મોત

મોડાસા :મોડાસા-હિંમતનગર માર્ગે આવેલા રાજેન્દ્રનગર ચોકડી પર રાજસ્થાન તરફથી પુરઝડપે આવી રહેલી લકઝરી બસના ચાલકે રોંગ સાઈડ ઘૂસી પીકઅપ ડાલાને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માર્ગ સાઈડે ઉભેલા ઈસમનું લકઝરી બસની ટક્કરથી પહોંચેલી ઈજાઓથી મોત નીપજયું હતું.જયારે મોડાસા રૃરલ પોલીસે અકસ્માત સર્જનાર લકઝરી બસના ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નેશનલ હાઈવે માર્ગની રાજેન્દ્રનગર ચોકડી પર રાજસ્થાન તરફથી પુરઝડપે આવી રહેલ લકઝરી બસના ચાલકે પોતાના કબ્જાાની બસ ગફલતભરી રીતે રોંગ સાઈડે બેદરકારી ભરી રીતે હંકારી લાવી સામેથી આવતા પીકઅપ ડાલાને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો.આ અકસ્માતમાં પીકઅપ ડાલા પલ્ટી ખાઈ જતાં ભારે નુકશાન પહોચ્યુ હતું.જયારે માર્ગ સાઈડે ઉભેલા રમેશભાઈ પુંજાભાઈ વણકર ને લકઝરી બસની જોરદાર ટક્કર વાગતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બસની ટક્કરથીી ડાબા પગે તથા હાથે ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઈ પુંજાભાઈ વણકર ઉ.વ.૪૨ રહે.રૃપાલ,તા. હિંમતનગર નાઓને જરૃરી સારવાર માટે લઈ જતાં તેઓનું અધ વચ્ચે મોત નીપજયું હતું.રૃપાલના મનુભાઈ વણકરે આ અકસ્માતે મોત અંગે મોઠાસા રૃરલ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતાં મોડાસા રૃરલ પોસઈ પી.આર.જાડેજા એ અકસ્માત સર્જનાર લકઝરી બસના ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:56 pm IST)