Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

અમરેલીના બિટકોઇન પ્રકરણમાં ભૂતપૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા લાગેલા આક્ષેપોનું ખંડન કરાયું

સુરતઃ અહીંના બિટકોઇનના વેપારી અને બિલ્ડરે પોલીસે દરોડા નહીં પાડવાના નામે કરોડો રૂપિયાનો તોડ કર્યાના અને ધારીના ભૂતપૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયા સામે પણ પોલીસ માંગે તેટલા રૂપિયા આપી દેવાનું કહ્યાના આક્ષેપો લગાવ્યા હતાં જેનાથી જબરો વિવાદ સર્જાયો છે. જો કે, પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયા આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેઓ જણાવ્યું છે કે, આ સમગ્ર મામલે તેઓ પર લગાવાયેલા આક્ષેપો તદ્દન ખોટા છે.

 

અત્રે નોંધનીય છે કે, સુરતનાં એક બિલ્ડર અને બિટકોઇનનાં વેપારી શૈલેષ ભટ્ટ પાસેથી સીબીઆઇ અને અમરેલી પોલીસે દરોડા ના પાડવાના નામે કુલ 17 કરોડ રૂપિયાનો તોડ કર્યો હોવાના આરોપો વેપારીએ લગાવ્યા છે. સીબીઆઇએ પાંચ કરોડ અને અમરેલી પોલીસે 12 કરોડનાં બિટકોઇન પડાવ્યા ઉપરાંત 78 લાખ રૂપિયા રોકડા પણ લઇ ગયા હોવાના આક્ષેપો વેપારીએ લગાવ્યા છે.

અમરેલી ક્રાઇમ બ્રાંચના પીઆઇ અનંત પટેલે તેમને ઢોરમાર મારીને તેમની પાસેથી 12 કરોડ પડાવી લીધાનાં આરોપો પણ વેપારીએ લગાવ્યા છે. તો સાથે સાથે આ વેપારીએ ધારીનાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સામે પણ એવા આક્ષેપો કર્યા છે કે કોટડિયાએ તેમને પોલીસ માંગે એટલા રૂપિયા આપી દેવા માટે કહ્યું હતું..

જો કે, નલિન કોટડિયાએ આ સમગ્ર મામલે પોતાના પર લાગેલા આક્ષેપો તદ્દન ખોટા હોવાનું પણ જણાવ્યું છે.

(5:02 pm IST)