Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

અમદાવાદના શાહઆલમ પે-ડે લોન પ્રોસેસનું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયુંઃ ૩ની ધરપકડઃ એપ્લીકેશનની મદદથી અમે‌રીકન નાગરિકના મોબાઇલમાં ધારે તેવો નંબર ડિસપ્લે કરાવતા હોવાનું કારસ્‍તાન ખુલ્યું

અમદાવાદઃ કોલ સેન્‍ટરના નામે અવારનવાર છેતરપિંડીના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે અમદાવાદમાંથી વધુ ક કોલ ગેરકાયદેસર કોલ સેન્‍ટરને ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ તેનું સંચાલન કરતા ૩ વ્‍યક્તિઓની ધરપકડ કરી હતી.

અમદાવાદના શાહ આલમ વિસ્તાર માંથી ક્રાઈમ બ્રાન્ચે પે-ડે લોન પ્રોસેસનું ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી રહેલા 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં આરોપીઓ મેજીક જેક એપ્લીકેશન ડાઉનલોડ કરતા. જેની મદદથી અમેરીકન નાગરીકોના મોબાઈલ ફોનમાં આરોપીઓ પોતે ધારે તેવો મોબાઈલ નંબર ડિસપ્લે કરાવતા.

અમેરીકન નાગરીકોમાં વિશ્વાસ કેળવી તેમજ સહ આરોપીઓ મારફતે અમેરીકન નાગરીકોના નામ તથા મોબાઈલ નંબરોની લીડની માહીતી મેળવી ગેરકાયદેસર પે-ડે પ્રોસેસ સ્ક્રીપ્ટ આધારે મેસેજ કરીને ગુનો આચરતા હતા. આ ગુનામાં અંજલખાન , અરબાઝખાન , મોહમંદઈકાન નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

(4:59 pm IST)