Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ગુજરાત સરકારે ૧૧ અબજ પ્રીમીયમ ભર્યુ, ૧૯,૭પ,૧૩૯ ખેડૂતો વીમા યોજનામાં

પ્રીમીયમની રકમમાં આગલા વર્ષની સરખામણીએ તોતીંગ ઉછાળો : સરકારે વીમા કંપનીઓને ખટાવી ? ગૃહમાં સરકારને ભીડવતા પૂંજાભાઇ વંશ

ગાંધીનગર, તા. ૯ : પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં રાજય સરકાર દ્વારા ભરવામાં આવેલ પ્રીમીયમ અંગે કોંગ્રેસના પુંજાભાઇ વંશના પ્રશ્નના ઉત્તરમાં કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, રાજયમાં છેલ્લા બે વર્ષ એટલે કે વર્ષ ર૦૧૬ના વર્ષમાં ૬પ,૦૦,૦૦,૦૦૦ રૂપિયા અને વર્ષ ર૦૧૭માં રૂ. ૧૦,પ૮,૩૪,૦૦,૦૦૦ની રકમ પ્રીમીયમમ ભરવામાં આવી છે.

 

ર૦૧૬માં પ્રીમીયમની રકમ ૬પ કરોડ હતી તે ર૦૧૭માં ૧૧ અબજ જેટલી થયેલ તેમ પૂંજાભાઇએ જણાવ્યું હતું.

આ વીમાની રકમ એગ્રીકલ્ચર ઇન્સ્યોરનસ કંપની, એચ.ડી.એફ.સી. એર્ગો જનરલ ઇન્સ્યોરન્સ કંપની, યુનાઇટેડ ઇન્ડિયા એશ્યોરન્સ કંપનીમાં આ વીમાની રકમ ભરવામાં આવી છે. આ પ્રધાન મંત્રી ફસલ વીમા અન્વયે ૧૯,૭પ,૧૩૯ ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. ખેડૂતોના વીમા પેટે સરકારે વીમા કંપનીમાં ૧ અબજ ભર્યા હતાં.

પ્રશ્નોત્તરી કામ બાદસભ્યશ્રી પુંજાભાઇ વંશે વિધાનસભામાં સચિવાલય દ્વારા જે રકમ રેકર્ડ ઉપર મૂકવામાં આવી છે તેમાં રૂપિયા લાખમાં કે કરોડમાં દર્શાવી નથી તેવો પોઇન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કર્યો હતો.

આ બાબત વિધાનસભાના અધ્યક્ષે સત્ય સ્વીકાર્ય ગણયો હતો અને પ્રણાલી પ્રમાણે સુધારો સુચવા જણાવ્યું હતું. (૮.૯)

(11:43 am IST)