Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ગરમી આ વખતે ૫૦ વર્ષનો રેકોર્ડ તોડશે

ગરમી માટે રહો તૈયાર, પારો ૩૬ થી ૪૦ ડિગ્રી પહોંચી શકે છે

અમદાવાદ તા. ૯ : ગરમીની શરૃઆત થઈ ચુકી છે ત્યારે આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ચડે તેવી શકયતા છે. પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ બાજુ થતા ગરમી વધવાની શકયતા છે. રાજયના ૧૦ શહેરમાં ગરમીનો પારો ૩૬ ડીગ્રીથી વધારે નોંધાયો હતો, જેમાં વડોદરા સૌથી વધુ ૩૮ ડિગ્રીમાં શેકાયું હતું.

અમદાવાદમાં ગરમીનો પારો ૩૬.૪ ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૩ દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો ૩૫ થી ૪૦ ડિગ્રીની આસપાસ રહેવાની શકયતા છે.

દેશભરમાં આગામી દિવસોમાં ભીષણ ગરમીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે માર્ચથી મે મહિના સુધીમાં છેલ્લા ૫૦ વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે. સામાન્ય રીતે દેશમાં તાપમાનનો પારો ઉંચો રહે છે.

જોકે ઉત્તર ભારતમાં સૌથી વધુ ગરમી રહેવાની શકયતા છે. દિલ્લી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીનો પારો સામાન્યથી ૧.૫ ડિગ્રી વધુ રહેવાની શકયતા છે, તો બીજી તરફ મુંબઈમાં પણ ગરમીએ પોતાનો રંગ બતાવવાનું શરૃ કરી દીધું છે.

(12:27 pm IST)