Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

પાટણમાં હિંગળાચાચર ચોકમાં જાહેરમાં બે આખલા બાખડતાં લોકોમાં અફરાતફરી:વાહન વ્યવહાર ઠપ્પ

રખડતા ઢોરોને ડબ્બે કરવા અનેક રજૂઆતો છતાં તંત્રના આંખ આડા કાન

પાટણ:શહેરમાં બપોરના સુમારે હીંગળાચાચર ચોકમાં બે આખલા માર્ગની વચ્ચોવચ બાખડતા લોકોમાં અફરા તફરી મચી જવા પામી હતી વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભયના ઓથા તળે આવી ગયા હતા શહેરમાં રખડતા ઢોરોને લઈને શહેરીજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પાલિકાના સત્તાધિશોને શહેરીજનોએ રખડતા ઢોરોને ડબ્બે કરવા અનેક રજૂઆતો કરી હોવા છતાં પાલિકા તંત્ર આંખ આડા કાન કરતા મુશ્કેલી યથાવત રહેવા પામી છે

 બપોરના સુમારે હીંગળાચાચર ચોકમાં વચ્ચોવચ બે આખલાઓ બાખડતા રોડની બંને તરફનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હતો તો રાહદારીઓ પણ રોડની બંને સાઈડે ઉભા થઈ જવા પામ્યા હતા બંને આખલા ઉભા રોડે દોડવા લાગતા વાહન ચાલકો તેમજ રાહદારીઓમાં ભય ફેલાયો હતો પાલિકા તંત્ર રખડતા ઢોરોને ડબ્બે કરવાની બાબતને ગંભીરતાથી લે તેવો શહેરીજનોમાં સુર ઉઠવા પામ્યો હતો.

(9:16 am IST)