Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ઘોર બેદરકારી ;સાયકલ બાદ હવે લાખો રૂપિયાના બાઈકો પણ ધૂળ ખાઈ રહ્યાં છે

બનાસકાંઠા ફોરેસ્ટ વિભાગના બાઈક્સ સરકારી મંજુરીના અભાવે બેકાર બન્યા

 

બનાસકાંઠા :રાજ્ય સરકારના તંત્રની બેદરકારીના નાદાર નમૂના બહાર આવી રહ્યા છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી સાયકલ કૌભાંડ ઝડપાઇ રહ્યાં છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાંથી બાઇક પણ ધૂળ ખાતા નજરે પડે છે બનાસકાંઠા ફોરેસ્ટ વિભાગના બાઈક ધૂળ ખાતી હાલતમાં મળી આવ્યા છે. મહિનાઓ પહેલાં ફોરેસ્ટ વિભાગ માટે બાઇક્સ ખરીદવામાં આવી હતી. પરંતુ મહિનાઓ સુધી તેનું વિતરણ કરવામાં આવ્યું નથી. અને લાખો રૂપિયાના બાઇક્સ ધૂળ ખાઇ રહ્યાં છે. બાઇક્સ જિલ્લામાં RFOને આપવાના હતા. પરંતુ સરકારમાંથી મંજૂરી નહી મળતા જનતાના ટેક્સના નાણાથી ખરીદાયેલ બાઈક્સ હવે બેકાર બન્યા છે.

(9:14 am IST)