Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

સોહરાબુદીન એન્કાઉન્ટર કેસમાં વધુ ચાર સાક્ષીઓ હોસ્ટાઇલ:કુલ 42 સાક્ષીઓએ નિવેદન ફેરવી તોળ્યા

સાક્ષીઓમાં બે રીક્ષાચાલકો,એક લોડર અને શેરબજારનો એક ઈન્વેસ્ટર સામેલ

 

અમદાવાદ :સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં વધુ ચાર સાક્ષીઓ હોસ્ટાઈલ જાહેર થયા છે. કેસમાં અત્યાર સુધીમાં કુલ 42 સાક્ષીઓએ પોતાના નિવેદનો ફેરવી તોળ્યા છે. અત્યાર સુધીમાં 59 સાક્ષીઓની પુછપરછ થઈ ચુકી છે.

  સીબીઆઈ દ્વારા જાહેર કરાયા મુજબ આમાના 42 સાક્ષીઓ પોતાના નિવેદનમાંથી ફરી ગયા છે સીબીઆઈએ વિશેષ અદાલતના ન્યાયાધીશ એસ. જે. શર્મા સમક્ષ ચારેય સાક્ષીઓની પૂછપરછ કરી હતી. પરંતુ ચારેયમાંથી કોઈએ પણ પહેલા રેકોર્ડ કરાવેલા નિવેદનનું સમર્થન કર્યું નથી. સાક્ષીઓમાં બે રીક્ષાચાલકો, એક લોડર અને શેરબજારનો એક ઈન્વેસ્ટર સામેલ છે. ચારેય સાક્ષીઓ પોતાના પહેલાના નિવેદન પર કાયમ રહ્યા નહી અને તેથી તેમને હોસ્ટાઈલ જાહેર કરવામાં આવ્યા છે. અદાલતે ઓક્ટોબરમાં 22 આરોપીઓ વિરુદ્ધ આઈપીસી હેઠળ હત્યા, અપહરણ, પુરાવાને નષ્ટ કરવા તથા સશસ્ત્ર અધિનિયમ હેઠળ આરોપો ઘડ્યા હતા.

(10:37 pm IST)