Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

છેલ્લા બે વર્ષમાં ૧૫૯૭૦ નમૂનાનું પરીક્ષણ કરાયું છે

ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો અપાઈ

અમદાવાદ,તા.૮ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત ખાદ્યચીજો સહિત આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં ખોરાક ઔષધ નિયમન તંત્રની ૩ પ્રયોગશાળાઓ કાર્યરત છે. જેના દ્વારા છેલ્લા બે વર્ષમાં ૧૫,૯૭૦ નમુનાઓનું પરીક્ષણ કરાયું છે. આજે વિધાનસભા ખાતે રાજ્યમાં ખોરાક ઔષધ નિયમન તંત્રની પ્રયોગશાળાઓના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં વડોદરા, રાજકોટ અને ભૂજ ખાતે ત્રણ તથા અમદાવાદ મહાનગરપાલિકાની એક મળી કુલ ચાર પ્રયોગશાળા કાર્યરત છે. જેના દ્વારા દુધ, ખાદ્ય પદાર્થ પેકીંગમાં હોય તે તમામનું ચેકીંગ કરાય છે. આ ચારેય લેબોરેટરી અદ્યતન સુવિધાઓની સજજ છે અને દેશમાં માન્યતા પ્રાપ્ત છે. તેમણે ઉમેર્યું કે, વડોદરાની પ્રયોગશાળામાં ૮૫૫૯ રાજકોટમાં ૩૭૩૭, ભુજમાં ૩૬૮૦  મળી કુલ ૧૫,૯૭૦ નમૂનાઓનું પરીક્ષણ કરાયું છે. જેમાં વર્ષ ૨૦૧૬-૧૭માં કાયદાકીય રીતે કેસો કરાયા છે જેમાં કુલ ૮૮૦ કેસો કરીને તેમની પાસેથી ૫.૦૨ કરોડના દંડ વસુલાયો છે. રાજ્યની આ ૩ પ્રયોગશાળામાં ૩૪૮ નમૂના અનસબસ્ટાન્ડર્ડ, ૪૫૭ નમૂના મીસબ્રાન્ડ અને ૩૩ નમૂના અનસેફ જાહેર થયા છે. તે જ રીતે રાજકોટમાં ૨૫૨ નમૂના અનસબસ્ટાન્ડર્ડ, ૪૦ નમૂના મીસબ્રાન્ડ, ૩૧ અન સેફ તથા ભૂજની પ્રયોગશાળા દ્વારા ૭૫ નમૂના અનસબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે.

(9:24 pm IST)
  • ઉત્તર પ્રદેશ સમાજવાદી પક્ષના ઉમેદવાર જયા બચ્ચને શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે. તેમણે વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં નોમિનેશન દાખલ કર્યું હતું. આ દરમિયાન સ.પા.ના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની સાંસદ શ્રીમતી ડિમ્પલ યાદવ, સ.પા.ના ઉપપ્રમુખ કિરણ મય નંદા, સ.પા.ના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી અને સહારા ગ્રૂપના ચેરમેન સુબ્રતા રોય સહારા પણ હાજર રહ્યા હતા. access_time 8:42 pm IST

  • સુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST

  • દેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST