Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

મોદીને ૧ લાખ મહિલાઓની સહી સાથે આવેદન મોકલાશે

ગ્રાહક સુરક્ષા દ્વારા મહિલા દિવસની ઉજવણી : ભદ્ર વિસ્તારમાં સરઘસ, રેલી સહિતના કાર્યક્રમો યોજાયા, સેંકડો મહિલાઓની ગુલાબનું વિતરણ કરી ખાસ ઉજવણી

અમદાવાદ,તા. ૭ : આજે વિશ્વ મહિલા દિન હોઇ ગુજરાત સહિત દેશભરમાં મહિલાઓને કેન્દ્રમાં રાખીને અનેકવિધ કાર્યક્રમો અને ઉજવણીનું આયોજન કરાયું હતુ ત્યારે અમદાવાદ શહેરમાં પણ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય) દ્વારા વિશ્વ મહિલા દિન નિમિતે આજે મહિલા જાગૃતિ અભિયાન અને જાગો મહિલા જાગો, સરકારને જગાડો સહિતના અનોખા કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી હતી. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુક મુકેશ પરીખના નેજા હેઠળ આજે બપોરે ૧૨-૩૦થી ૨-૩૦ દરમ્યાન ભદ્ર ખાતે વિશ્વ મહિલા દિનની અનોખી રીતે ઉજવણી કરાઇ હતી, જેમાંં મહિલાઓની ૧૧ જેટલી વિવિધ માંગણીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક લાખ મહિલાઓની સહી સાથેનું આવેદનપત્ર મોકલવાની જોરદાર ઝુંબેશ શરૂ કરવાનો નિર્ધાર કરાયો હતો.  મહિલા દિનની ઉજવણી નિમિતે આજે લાલદરવાજા-ભદ્ર વિસ્તારમાં સેંકડો મહિલા ગ્રાહકો અને સમાજની વિવિધ ક્ષેત્રની નામાંકિત બહેનો-મહિલાઓએ ઉજવણીમાં જોડાઇને સરઘસ, રેલી અને જાગૃતિ કાર્યક્રમો યોજયા હતા અને મહિલા સશકિતકરણના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહિલાઓએ ગુલાબના ફુલ વિતરણ કરી, ચોકલેટ આપી, મોં મીઠુ કરાવી મહિલા દિનની ઉજવણી કરી હતી. તો, સાથે સાથે કાર્યક્રમ દરમ્યાન મહિલાલક્ષી બેનરો, પ્લેકાર્ડની સાથે સાથે મહિલા જાગૃતિ અંગેની દસ હજાર જેટલી પત્રિકાઓનું વિતરણ પણ કરાયું હતુ. તો, ઇન્ડિયન એરફોર્સના મીગ-૨૧ ફાઇટર પ્લેનને ઉડાવનાર પ્રથમ મહિલા ફલાઇંગ ઓફઇસર અળનિ ચતુર્વેદીને લેડી આઇકોન જાહેર કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત ગણાવી તેને અનોખી સલામી અપાઇ હતી. આજે મહિલા દિનની ઉજવણી દરમ્યાન ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખના નેજા હેઠળ સેંકડો મહિલાઓ દ્વારા ભદ્ર બજાર અને લાલદરવાજા અપના બજાર વિસ્તારમાં સરઘસાકારે  કૂચ કાઢવામાં આવી હતી અને અન્ય મહિલાઓને જાગૃત કરવામાં આવી હતી. મહિલાઓને સમાજમાં નિર્ભિક બનાવવા, અન્યાય અને શોષણ સામે અવાજ ઉઠાવે તે માટે તેમને દસ હજાર જેટલી પત્રિકાઓ અને ફરિયાદ ફોર્મનું વિતરણ પણ કરાયુ અને તે ફરિયાદો એકત્રિત કરાઇ હતી. આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહિલાઓની વિવિધ માંગણીઓ મુદ્દે જે આવેદનપત્ર મોકલવાની ઝુંબેશ શરૂ કરાઇ છે તેમાં મહિલાઓને ઝડપી અને અસરકારક ન્યાય માટે સરકારે વધુ ફાસ્ટ ટ્ર્ેક કોર્ટોની રચના કરી છ મહિનામાં ન્યાય અપાવવા, મહિલાઓની જાતીય સતામણી કરનારા રાજકીય પક્ષોના કાર્યકરો કે નેતાઓને ચૂંટણીમાં ટિકિટ નહી આપવા, તેઓને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવવા, મહિલાઓને સમાન કામ, સમાન વેતન, વિદ્યાર્થીનીઓ માટે પ્રિપ્રાયમરીથી સ્નાતક સુધીના ઉચ્ચ શિક્ષણ માટે સંપૂર્ણ ફી માફી, મહિલાઓને સ્વરોજગાર માટે અને આર્થિક પગભર થવા માટે રૂ.પાંચ લાખ સુધીની વગર વ્યાજની લોન, અને રાજયના તમામ શહેરોમાં જિલ્લા-તાલુકાઓમાં મહિલા બેંકની રચના, મહિલાઓની છેડતી કરનારા તત્વોને તાત્કાલિક જેલભેગા કરવા, પ્રત્યેક પોલીસ સ્ટેશનમાં એન્ટી રોમિયો સ્કવોડની રચના કરવા, મહિલા ઉદ્યોગ સાહસિકોને સંપૂર્ણ પ્રોત્સાહન આપવા, તાલીમ આપવા તેમ જ સરકારી, અર્ધસરકારી અને કોર્પોરેટક્ષેત્રની કંપનીઓમાં નોકરીઓમાં ૨૫ ટકા આરક્ષણ આપવા કાયદો બનાવવા, સરકારેઅને ગ્રાહક ફોરમોમાં ફરિયાદી મહિલાઓ અને સિનિયરસીટીઝન મહિલાઓની ફરિયાદના ઉકેલને સર્વોચ્ચ અગ્રીમતા આપવા અને તેઓને કોર્ટકેસોના માનસિક ત્રાસ અને લીગલ કોસ્ટના વળતર પેટે ઓછામાં ઓછા રૂ.૨૫ હજારની જોગવાઇ કરવા સહિતની માંગણીઓનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં એક લાખ મહિલાઓની સહી સાથે વડાપ્રધાનને આવેદનપત્ર સુપ્રત કરી ઝુંબેશ અસરકારક બનાવાશે.

(8:34 pm IST)
  • રાજકોટના જામકંડોરણાના અડવાણાનાં એક ખેતરમાં યુવક - યુવતીના જમીનમાં દાટેલા મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે : પોલીસે શરૂ કરી તપાસ access_time 9:24 am IST

  • ગુજરાત વિધાનસભામાં અપાઈ વિગતો :22 ધારાસભ્યોને ડાયાબિટીસ અને 90ને બ્લડપ્રેસર :વિધાનસભાનો સમય બદલવા વિચારણા :12ને બદલે 11 થી 4-30 કરવા અને શુક્રવારે 9-30 થી 2 સુધી કરવા વિચારણા access_time 12:00 am IST

  • જીતેન્દ્ર પરના જાતિય શોષણના કેસમાં નવો વળાંક : તેની કઝિને ફેરવી તોળ્યું, હવે કહ્યું ‘માત્ર છેડતી કરી હતી, સંબંધ નહોતો બાંધ્યો’ access_time 9:24 am IST