Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ગુજરાત વિધાનસભામાં મહિલારાજઃ તમામ કામગીરી સંભાળી મહિલા ધારાસભ્યોઅે

ગાંધીનગરઃ સ્‍ત્રી શક્તિને ઉજાગર કરવા રાજ્ય સરકાર દ્વારા આજે મહિલા દિને અનેક પ્રેરક આયોજનો કરાયા હતાં. જેમાં ગુજરાત વિધાનસભાનું સંચાલન મહિલા ધારાસભ્યોને સોંપી સ્‍ત્રી શક્તિને સન્‍માન તથા ગૌરવ આપ્યુ હતું.

સ્પીકર તરીકે ડૉ.નિમાબેન આચાર્યએ જવાબદારી સંભાળી હતી. વિધાનસભા પ્રારંભે પ્રશ્નોતરી પૂર્વે ગુહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહિલા દિનની શુભેચ્છા પાઠવી હતી. રૂપાણીએ કહ્યું કે,'' આપણી સંસ્કૃતિમાં અનાદિકાળથી મહિલાને પુરુષ સમોવડું સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી મહિલા હિતને વરેલી છે, અને આનંદી બહેનને પ્રથમ મહિલા મુખ્યમંત્રી પણ બનાવ્યા હતા.તેઓ આજે ગવર્નર પદે બિરાજે છે.''વિધાનસભામાં આજે મહિલા દિવસ નિમિત્તે ગૃહનું સંચાલન મહિલાઓ કરશે. જે અંતર્ગત સ્પીકર પદે ડૉ.નિમાબેન આચાર્ય રહેશે. તેમજ પ્યુન તરીકે પણ બધી મહિલાઓએ જ કામગીરી સંભાળી હતી.

(5:43 pm IST)