Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

પાલનપુરમાં બેટી બચાવોના સરકારી કાર્યક્રમમાં આશા વર્કર બહેનોઅે હોબાળો મચાવ્યોઃ મહિલા દિને બતાવ્યું રણચંડી સ્‍વરૂપ

પાલનપુરઃ રાજ્યમાં આશા વર્કર બહેનોની પગાર વધારા સહિતની અનેક માંગણીઓ બાબતે અવારનવાર આશા વર્કર બહેનો દ્વાર રાજ્ય સરકાર સામે દેખાવો તેમજ વિરોધના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્‍યારે આજે પાલનપુરમાં બેટી બચાવો બેટી વધાવોના સરકારી કાર્યક્રમમાં હોબાળો મચતાં અધિકારીઓએ કાર્યક્રમને અધવચ્ચે અટકાવ્યો હતો. જિલ્લા પંચાયતના બગીચામાંથી અધિકારીઓએ મહિલાઓને રવાના કરતાં હોબાળો મચ્યો હતો. આશા વર્કર પ્રમુખ ચંદ્રિકાબને વિરોધ કરીને દેખાવ કર્યા હતા. આશા કાર્યકરો લધુત્તમ વેતનની માગ કરી છે. આશા વર્કર બહેનોનો રોષ જોઈને અધિકારી કાર્યક્રમ સ્થળ છોડીને ભાગી ગયા હતા. મહિલાઓએ સરકાર વિરુદ્ધ નારા લગાવીને હોબાળો મચાવ્યો હતો. તો કલેક્ટરને આવેદન પત્ર આપવા જતી આશા વર્કરોને પોલીસે અટકાવ્યા હતા.

(5:36 pm IST)
  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST

  • સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદિપ શર્માની અટકાયતઃ સાબરમતી જેલની બહાર આવતાની સાથે જ અટકાયત : હાઈકોર્ટે હજુ ગઈકાલે જ જામીન આપ્યા હતા : વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવામાં આવ્યાનો કેસ ચાલી રહ્યો છે access_time 3:49 pm IST

  • ગુજરાત વિધાનસભામાં અપાઈ વિગતો :22 ધારાસભ્યોને ડાયાબિટીસ અને 90ને બ્લડપ્રેસર :વિધાનસભાનો સમય બદલવા વિચારણા :12ને બદલે 11 થી 4-30 કરવા અને શુક્રવારે 9-30 થી 2 સુધી કરવા વિચારણા access_time 12:00 am IST