Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

સુરતઃ કાપડ વેપારીના પુત્રનું રહસ્યમય મોત

ધો. ૧૦નો છાત્ર અમીત પરીક્ષા કેન્દ્ર જોવા ગયો હતોઃ PM રીપોર્ટની જોવાતી રાહ

રાજકોટ તા. ૮ : સુરતના એક કાપડના વેપારીના પુત્રનું રહસ્યમય મૃત્યુ થયું છે.

પાંડેસરામાં એક કાપડ વેપારીનો ૧૭ વર્ષિય પુત્ર માંથામાં ઈજા થયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. વેપારીનો પુત્ર ધોરણ ૧૦માં અભ્યાસ કરતો હોવાની બોર્ડની પરિક્ષા હતી. જેથી બોર્ડનું સેન્ટર જોવા નીકળ્યા બાદ મોત થયું હતું. માથામાં ઈજા સિવાય શરીર અન્ય કોઈ ઈજાના નિશાન ન મળી આવતા અકસ્માત કે હત્યા અંગે રહસ્ય સર્જાયું છે.

સલથાણા ખાતે આવેલા માનસરોવર બંગલોમાં અમિત તુલસીસિંગ રાજપૂત(ઉ.વ.૧૭) પરિવાર સાથે રહેતો હતો. પિતા કાપડના વેપારી છે. અમિત સન ફલાવર સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતો હતો.ગત રોજ અમિત ઘરેથી બોર્ડનું સેન્ટર જોવા જતો હોવાનું કહીં નીકળ્યો હતો. દરમિયાન રાત્રે પાંડેસરા તેરેનામ ચોકડી નજીક માથામાં ઈજા થયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે અમિતને મૃત જાહેર કર્યો હતો. પોલીસે અકસ્માતે મોત નોંધ્યું છે. જોકે, અમિતના શરીર પર અન્ય કોઈ ઈજાના નિશાન ન મળી આવતા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

(12:57 pm IST)