Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

સાહેબજીએ અમને કર્મયોગ શીખવ્યાઃ પતંજલી વિદ્યાપીઠના આચાર્ય બાલકૃષ્ણજી

અનુપમ મીશન દ્વારા જ્ઞાતિની માનવરત્ન પ્રદાન કાર્યક્રમમાં સેવાભાવીઓને એવોર્ડ અર્પણ : જન સેવામાં જ ઇશ્વર સેવા છેઃ એવોર્ડ વિજેતાઓની સેવામાં વિશિષ્ટતાના દર્શનઃ પૂ. અશ્વીનભાઇ

અનુપમ મિશન દ્વારા શાલીન માનવરત્ન એવોર્ડ અર્પણ સમારોહની તસ્વીરી ઝલક.

આણંદ, તા., ૮: અનુપમ મિશનનો શાલીન માનવરત્ન પ્રદાન કાર્યક્રમ પૂ.જશભાઇ સાહેબના પ્રમુખપદે અને અશ્વીનભાઇ, શાન્તીભાઇ, રતીભાઇ, પુનમભાઇ એવા વરિષ્ઠ અનુપમ સંતોના સાનિધ્યે હુતાશનીની સાંજે વિશાળ જનસંખ્યાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ૧૯૯૩ માં શરૂ થયેલી આ પ્રવૃતિઓ ર૦૦૪ થી વેગ પકડયો અને પ્રત્યેક  વર્ષે એક ગુજરાતી મહિલાને પસંદ કરવામાં આવે છે. આ ઉપરાંત સામાન્યત એક વિદેશવાસી અને એક ગુજરાતમાંવસતા ગુજરાતીને એવોર્ડ અપાયછે.

આ વર્ષે શાલીન માનવરત્ન એવોર્ડમાંત્રણ વિશિષ્ટ વ્યકિતઓને પસંદ કરવામાં આવી હતી.જેમાં પતંજલી યોગ વિદ્યાપીઠના ચેરમેન આચાર્ય બાલકૃષ્ણજી હતા. તેઓ યોગગુરૂ રામદેવજીના સાથીદાર અને પ્રવૃતિના ધુરાવાહક છે. આયુર્વેદ અંગેના અનેક ગ્રંથોના સર્જક, આયુર્વેદીક ઉપચાર પર્યાવરણ સંવર્ધન યોગ અને સ્વદેશીકરણને સમર્પિત તેઓ વિરલ વિભુતી છે. તેમના દ્વારા પ્રત્યક્ષ રીતે ર૦,૦૦૦ લોકોને રોજી અપાયછે. પરોક્ષ રીતે દશ લાખ કરતાવધારે વ્યકિતઓ તેમનાથી રોજી પામેછે. ૩૦ હજાર કરોડ રૂપીયાનીવાર્ષિક આવક ધરાવતી સંસ્થાના વડા છે.

તેમણે એવોર્ડ સ્વીકારતા કહયું કે હું એવોર્ડ સ્વીકારવા કરતા સાચુ કહુ તો, મારા મિત્રોને અને સંતોને મળવા અને આશીર્વાદ લેવા આવ્યો છું. અમને દુનિયામાં ખુબ જ થોડા લોકો જાણતા ત્યારે અનુપમ મિશનની બોલબાલા હતી.અનુપમ મિશનના સંતોને કામ કરતા જોયા ઉદ્યોગો ચલાવતા જોયા કપડા ભગવા રંગે રંગ્યા વિના દિલને ભગવું કરીને જનહિતાર્થે અને પ્રભુપીત્યે કામ કરતા જોયા. અમે એમનું જોઇને કર્મયોગ શીખ્યા સાહેબે સાધુ બીજા માટે શું કરી શકે તે અમને એમના કર્મયોગથી બતાવીને અમને સાધુ દ્રષ્ટિ આપી. કર્મએ બંધનનું સાધન નથી પણ ત્યાગ સાથે ફળની ભાવના વિના કરો તો મોક્ષનું સાધન છે એ સાધુ દષ્ટિ સાહેબે આપી છે.

મહિલા એવોર્ડ રમીલાબેન ગાંધીને આપવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના સિધ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામમાં તેમણે યોગાંજલી આશ્રમ સ્થાપ્યો છે. કુદરતી આફતોમાં પીડીત જનસમુદાય અને વંચીતો પ્રત્યે વ્હાલ રાખીને તેઓ ગામોગામ ફરીને જનસેવાની વિવિધ પ્રવૃતિઓનું સંચાલન કરે છે.

રમીલાબેન ગાંધીએ એમના ગુરૂના મુખે યોગીબાપાનાં વખાણ સાંભળ્યા હતા. યોગીજી મહારાજના પરમ શિષ્ય એવા જશભાઇ સાહેબ યોગી સ્વરૂપ છે એવી માન્યતાને પ્રેરાઇને એમનાં દર્શન કરવાની તિતિક્ષાથી ભરપુર તેમણે આમ છતાં સાહેબનું દર્શન કરવાજવાનો સીધે સીધો પ્રયત્ન ન કર્યો. કર્મયોગી સાહેબની જેમ જ રમીલાબેન કર્મયોગમાં વ્યસ્ત રહયા. જો કે એમના ગુરૂએ કહેલું સાચુ પડયું હોયયતેમ અનુપમ મિશને એમની પ્રવૃતિઓ જાણીને એમને શોધી કાઢયા. ત્યારે રમીલાબેન ગાંધી આવ્યા. સાહેબ અને સંતોની પ્રવૃતિ અને કર્મયોગ જાણીને રાજી થયા. એવોર્ડસ્વીકારતાં તેમણે અનુપમી સંતો અને યોગીબાપાને યાદ કર્યાહતા.

ત્રીજો એવોર્ડ ડો.તેજસ નાયકનેઆપવામાં આવ્યો. તેજશભાઇ સમય પહેલા જન્મેલા બાળકોના સર્જન છે. બબ્બેવાર વડાપ્રધાન બનેલા ગુલઝારીલાલ નંદાના દૌહિત્ર છે. અમદાવાદમાં વસતા તેજશભાઇમાં નંદાજીની લોકકલ્યાણની ઇચ્છા અને ભાવના કરવા એમના જીવનમાંથી પ્રેરણા પામીને કામ કરે છે નંદાજી ૧૯પરમાં જયાંથી સૌપ્રથમ લોકસભામાંચુંટાયા તે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં ડો.તેજસ નાયકે પોતાની  સફળ સર્જન તરીકેની ધીકતી કમાણી છોડીને દર અઠવાડીયે જઇને અત્યાર સુધીમાં ર૦૦૦ કરતા શિશુઓની જન્મ સમયની શારીરીક ક્ષતિઓનું ઓપરેશન કરીને નિવારણ કર્યુ છે.

ડો.તેજસભાઇએ કહયું કે, આ કરીને મેં ડોકટરે કરવું જોઇએ તે જ કર્યુ છે. ખાવુ, પીવુ જીવવુ એ માટે દરેક જેમ કરે તેમ ડોકટરે સહજ રીતે પોતાનું આ કામ કરવું જોઇએ એનો એવોર્ડના હોય છતાં જેવા સંતને ત્યાં બાળપણમાં ધબ્બા ખાધા છે. કાકાજી જેવા સંતને ત્યાં બાળપણમાં રહયો છું. એ જ યોગીબાપા અને કાકાજીનો નાતો જશભાઇ સાહેબને હતો. એ મને અહી ખેંચી લાવ્યો છે. અનુપમ આદીવાસી વિસ્તારમાં આવી જ સેવા પ્રવૃતિ કરે છે એ જાણીને આનંદ થાય છે.

પૂ. અશ્વીનભાઇના પ્રવચનમાં પ્રત્યેક એવોર્ડ વિજેતાની સેવા વિશિષ્ટતાનું દર્શન હ્ય્દયસ્પર્શી વાણીમાં દર્શાવ્યું હતું. પૂ. સાહેબ આવા સેવાવ્રતી વિરલાઓને શોધીને સન્માને છે અને સૌને સેવા અને ભકિત પ્રેરે છે તેમ કહીને પૂ. સાહેબને જનસેવામાં જ ઇશ્વરસેવા છે તેના પ્રેરક અને પ્રોષક તરીકે ભાવભરી રીતે વંધ્યા હતા. પૂ. સાહેબે સમારંભના પ્રમુખ સ્થાનેથી જણાવ્યું હતું.

હુતાશનીની આ સંધ્યા સૌની લોભવૃતિ, દ્રેષવૃતિ, સ્વાર્થવૃતિનું દહન કરીને સૌ રહેલી સેવા સ્નેહ અને ત્યાગની વૃતિનું રક્ષણ કરે અને સૌ સુખી થાય તેવા આશીર્વાદ આપ્યા હતા.

(11:21 am IST)