Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

મહિલા દિવસની અનોખી ઉજવણીઃ મુખ્યમંત્રીએ 'નન્હી પરી'ને વધાવી ભેટ સોગાદો અર્પણ કરી

આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવી રહ્યો છ. ગુજરાત સરકારે આજે આ દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સવારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં અને આજના દિવસે જન્મેલી બાળકીઓને વધાવી હતી તથા બાળકીઓને ચાંદીનો સિક્કો, મમતા કીટ અને મિઠાઇના બોકસ અર્પણ કર્યા હતાં અને મહિલા દિવસ નિમિતે મહિલાઓને શુભકામનાઓ પણ પાઠવી હતી. મહિલા દિવસ નિમિત્તે સમાજમાં બાળકીનું મહત્ત્વ સમજાય તેનો સંદેશ આપવાનો તેમણે પ્રયાસ કર્યો હતો.

(11:00 am IST)