Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ચરોતર પંથકમાં 1 રૂપિયે કિલો ટમેટા વેચવા ખેડૂત મજબુર

સાવ નજીવા ભાવે વેચવા સાથે કેટલાક ખેડૂતો ટામેટાનો નાશ કરી રહ્યા છે કે પશુઓને ખવડાવી રહ્યા છે

 

ગાંધીનગર:મધ્ય ગુજરાતના ચરોતર પંથકમાં ટામેટા1 રૂપિયે કિલો ટામેટા વેચવા ખેડૂત મજબૂર બન્યો છે. ઉમરેઠ તાલુકાના વણસોલ ગામના ખેડૂત મિતેશ પટેલે જણાવ્યું કે, હાલ ટામેટાનો બજાર ભાવ રૂપિયા થી . વચ્ચે ચાલી રહ્યો છે.

  બજારમાં સાવ નજીવા ભાવે ખેડૂતો ટામેટા વેચી રહ્યા છે જેમાં અમુક ખેડૂતો ટામેટાનો નાશ કરી રહ્યા છે કે પશુઓને ખવડાવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોને ભાવે પડતા ટામેટા વચેટિંયાઓ અને દલાલોને પગલે બજારમાં 10 સુધીના ભાવમાં પડે છે. ઘણીવાર સંગ્રહ ખોરીને પગલે માર્કેટમાં ટામેટાનો ભાવ 50થી 80 સુધી પહોંચી ચુકેલો છે.

   નડીયાદ તાલુકાના મહોળેલ ગામના ખેડૂત કાળીદાસ તળપદા, જેઓ વર્ષોથી ટામેટાની ખેતી કરે છે તેમણે જણાવ્યું કે ભાગીદારો સાથે મળીને તેઓ કુલ ૧૮૦ વીઘામાં ટામેટાનું વાવેતર કરેલું છે. ત્રણ વર્ષથી ટામેટાની સીઝનમાં અમને ભાવ મળતો નથી. જેનાથી અમારી રોકેલી મુડી પણ પરત મળતી નથી. ખેતી માટે મજૂરો પણ છે નહીં એવી સ્થિતિમાં ખેતી કરવી એવી કફોડી સ્થિતિ બની ગઈ છે. તેમણે જણાવ્યું કે, ખેતમાં ટામેટાની વાવણીથી લઈને તેને માર્કેટમાં વેચવા સુધી અનેક પ્રકારના ખર્ચા કરવામાં આવે છે આજે રૂપિયે કીલો જેટલો ભાવ હોય અમને પરવડતું નથી અને અમે આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે.

   તેમણે વધુમાં જણાવ્યું કે ટામેટા જેવા પાક માટે વિશેષ પ્રકારની નીતિ કે સુવિધા હોવાથી એમે સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અમે ખર્ચો અને રોકાણ પણ પાછું નથી મેળવી શકતા.

   ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નડીયાદના ચેરમેન વિપુલ પટેલે જણાવ્યું કે, નડીયાદમાં મુખ્યત્વે ટામેટા અને રીંગણ જેવા પાકની આવક થતી હોય છે. આનો ભાવ માર્કેટમાં થતી આવક પ્રમાણે નક્કી થાય છે. ઉત્પાદન વધારે થાય છે ત્યારે સામાન્ય રીતે ભાવ ઓછો હોય છે. હાલ ભાવ ૬૦ થી ૧૦૦ રૂપિયાની વચ્ચે ચાલી રહ્યો છે પણ ગુણવત્તાના આધારે ૨૦ રૂપિયે ૨૦ કિલો પણ જાય જ્યારે પાકી ગયેલા ટામેટા હોય. વેપારીઓ દ્વારા ટામેટાની ખરીદી હરાજીથી કરવામાં આવે છે.

આહીં ઉત્પાદિત થતા ટામેટા પેહલા વિદેશમાં નિકાસ કરવામાં આવતા હતા જે વર્ષોથી બંધ છે. હાલ ટામેટા કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. ઉપરાંત રાજ્યમાં મોટા શહેરો જેવા કે અમદાવાદ- વડોદરા જેવા મોટા શહેરોમાં તેની નિકાસ કરવામાં આવે છે.

અમુક ખેડૂતો દ્વારા રોડ ઉપર અને ખાલી ખેતરોમાં આનો નિકાલ કરવામાં આવે છે અથવા તો પશુઓને આહાર તરીકે નાખી દેવામાં આવે છે જેનું મુખ્ય કારણ બજારમાં ભાવ મળતા હોવાથી કંટાળેલા ખેડૂતોને આવું કરવું પડે છે.

(9:13 am IST)