Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ઉનાળાના પ્રારંભે બજારમાં કેરીનું ધીમા પગલે આગમન:પાક 20થી 25 ટકા ઓછો :ભાવ ઊંચા

કમોસમી વરસાદને કારણે પાક મોડો અને વાદળિયું વાતાવરણથી પાકને નુકશાન

 

અમદાવાદ ;ઉનાળાના પ્રારંભે બજારમાં કેરીનું ધીમા પગલે આગમન થઇ રહ્યું છે જોકે વખતે કેરીનો પાક ૨૫થી ૩૦ ટકા જેટલો ઓછો ઉતરતા કેરીના ભાવ ઊંચા જોવાઈ રહ્યાં છે જેથી વખતે લોકોને કેરીનો સ્વાદ થોડો મોંઘો પડશે વખતે કમોસમી વરસાદના કારણે કેરીનો પાક મોડો ઉતર્યો છે.જ્યારે વાદળછાયુ વાતાવરણના કારણે રાજ્યમાં કેરીના પાકને નુકશાન થયુ છે. તેમજ કેસર સહિત દેશના અન્ય ભાગમાંથી આવતી કેરીઓ પણ ઓછા પ્રમાણમાં આવી રહી છે.

    વેપારીઓના મતે દર વર્ષે ૨૦ ફેબ્રુઆરી આસપાસ કેરીની સીઝન શરુ થઈ જાય છે. જોકે ચાલુ વર્ષે માર્ચનો એક સપ્તાહ પુરો થવા આવ્યો હોવા છતાં કેરીની આવક જોઈએ તેવી થઈ નથી. અમદાવાદમાં વલસાડ, તલાળા, જુનાગઢ અને કચ્છમાંથી તેમજ દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાંથી કેરીની આયાત કરવામાં આવે છે. હાલમાં બજારમાં દક્ષિણ ભારતની ગોલા હાફુસ અને રત્નાગિરી હાફુસ ઉપરાંત પાયરી, સુંદરી, તોતાપુરી કેરીઓનુ આગમન થઈ ચુક્યુ છે. જ્યારે ગુજરાતની કેરીઓનુ આગમન ૨૦ એપ્રિલની આસપાસ થશે. કેરીઓના ભાવમાં કેરાલા હાફુસના ભાવ ૨૦૦થી ૨૫૦ રૂપિયા જોવા મળી રહ્યા છે. જ્યારે કેરાલાની સુંદરી-પાયરી કેરીનો પ્રતિ કિલોના ભાવ ૧૨૫ રૂપિયા છે.

(9:12 am IST)