Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

પડતર માંગણીઓ અને ૭મા પગાર પંચની માંગણી સાથે રાજ્યભરના વિજ કચેરીના અેન્જિનિયરોના ધરણા

અમદાવાદઃ અણઉકેલ પ્રશ્નો અને ૭મા પગાર પંચની માંગણી સાથે રાજ્યભરના વિજ કચેરીના અેન્જિનિયરોઅે હડતાલનું શસ્‍ત્ર ઉપાડતા વિજ વિભાગનું કામ  ઠપ્પ થઇ ગયું છે.

જીઈબીના રાજ્યભરના 1600 એન્જીનિયર્સ ધરણાં પર ઉતર્યા છે. સુરત, વડોદરા, બનાસકાંઠા, મોરબી જેવા શહેરોના જીઈબીના એન્જીનિયર્સે મોરચો માંડ્યો છે, જેને કારણે વીજ વિભાગનુ કામકાજ ઠપ્પ થયુ છે.

જીબીઆ દ્વારા હડતાલની નોટિસના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં તમામ જીલ્લા મથકે તથા તમામ પાવર સ્ટેશનોમાં કુલ ૩ર જગ્યાઓ ઉપર પ્રતિક ઉપવાસના કાર્યક્રમો યોજાયા છે. જેમાં ૧૬૦૦ થી વધુ જીબીઓ સદસ્યોએ રજા મુકીને પ્રતિક ઉપવાસમાં જોડાયાં છે. સાતમા પગાર પંચની પે-રિવીઝન સહિત અન્ય પ્રશ્નોના નિરાકરણ માટે ગત એન્જિનિયર્સે જીયુવીએનએલને હડતાળની નોટિસ અગાઉ આપી હતી. જેનો કોઈ ઉકેલ આવતા એન્જિનિયર્સે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું હતું. જેમાં વડોદરા, સુરત, બનાસકાંઠા, મોરબી, નર્મદા વિસ્તાર, સરદાર સરોવર, દક્ષિણ ગુજરાતના એન્જિનિયર્સ ધરણા પર ઉતર્યા છે.

હાલ વિજ મથકો બંધ હોઈ કોઈ સમસ્યા નથી. એન્જિનિયર્સના ધરણાથી વીજ મથક ચાલુ કરવાની કામગીરીમાં ક્ષેપ થઈ શકે છે. સુરતના કપોદ્રામાં DGVCLની કચેરી બહાર એન્જિનિયર્સે ધરણા કર્યા છે. બનાસકાંઠા જિલ્લામાં UGVCL કર્મચારીઓની હડતાળ પર ઉતર્યાછે.

વડોદરામાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેને સંલગ્ન વીજ કંપનીઓના 300 એન્જીનયરોના રેસકોર્સ ઓફિસ ખાતે ધરણા MGVCL,જીસેક, જેટકો, GUVNLના એન્જીનયરો જોડાયા સાતમા પગાર પંચ અમલ, સ્ટાફ સેટઅપ, OSDની નાબૂદી સહિતની વિવિધ માંગણીઓને લઈ ધરણા પર ઉતર્યા છે. ઈજનેરો દ્વારા એક દિવસનો પ્રતીક ઉપવાસ પણ કરવામાં આવ્યો છે.

તેમની માંગણી વહેલી તકે સ્વિકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી એસોસિયેશને ઉચ્ચારી છે. એન્જિનિયર્સે પગાર અને ઈન્ટર કંપની ફેરબદલ લાભ બાબતની માંગ કરે છે. ઉલ્લેખનીય છે કે, અંગે 15 દિવસ પહેલા એન્જિનિયરોએ પ્રદર્શન કર્યું હતું.

(8:52 pm IST)