Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

બેન્કોના કૌભાંડો રોકવા માટે કેન્‍દ્ર સરકાર યોગ્‍ય પગલા લે તે જરૂરીઃ ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરાઇ

અમદાવાદઃ નીરવ મોદી અને મેહુલ ચોકસીના કરોડો રૂપિયાના કૌભાંડ મામલે હાઇકોર્ટમાં પિટિશન કરાઇ છે. આવા કૌભાંડો રોકવા માટે કેન્દ્ર સરકારને જરૂરી નિર્દેશો જારી કરવા અરજદારે માંગ કરી છે. સાથે કમિશનની રચના કરવા તેમજ બેંકોના ખાનગીકરણ માટે જરૂરી પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી છે.

અરજી પર સૂનાવણી કરતા હાઇકોર્ટે અરજદારને કેન્દ્ર સરકારને રજૂઆત કરવા કહ્યુ છે. અરજદારની રજુઆત પર કેન્દ્ર સરકારને નિર્ણય લેવા પણ કહ્યુ છે. સાથે જો ચોક્કસ સમય મર્યાદામાં કેન્દ્ર નિર્ણય ના લે તો અરજદાર હાઇકોર્ટમાં ફરી અરજી કરવા ટકોર કરી છે. હાઇકોર્ટે અવલોકન કર્યુ છે કે આવા કૌભાંડો રોકવા માટે કેન્દ્ર યોગ્ય પગલાં લે તે જરૂરી છે.

(8:49 pm IST)