Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ગુજરાતી અભિનેત્રીએ જાહેરમાં પી...પી... કરનાર દુકાનદારને ભણાવ્યો પાઠઃ પોલીસ ફરિયાદ કરી વીડિયો પોતાના ફેસબુક પેજ પર મૂક્યો

ગુજરાતી અભિનેત્રીએ જાહેરમાં પી...પી... કરનાર દુકાનદારને ભણાવ્યો પાઠઃ પોલીસ ફરિયાદ કરી વીડિયો પોતાના ફેસબુક પેજ પર મૂક્યો

અમદાવાદઃ સ્‍થાનિક સ્‍વરાજ્યની સંસ્‍થાઓએ સ્‍વચ્‍છતા ઉપર વધુ ભાર મૂક્યો છે અને જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે દંડ ફટકારવા સહિતની કડક જોગવાઇઓનો અમલ પણ શરૂ કર્યો છે. ત્‍યારે ગુજરાતી ફિલ્મોની એક અભિનેત્રીએ જાહેરમાં પેશાબ કરનારને બરાબરનો પાઠ ભણાવ્યો છે અને તેની સામે પોલીસ ફરિયાદ પણ કરી છે.

ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં ઝેરોક્ષની દુકાન ધરાવતા વ્યક્તિને જાહેરમાં પેશાબ કરવાનું ભારે પડ્યું હતું. આ શખ્સ વિરૂદ્ધ એક યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવનારી યુવતી ગુજરાતી ફિલ્મોની એક્ટ્રેસ છે, અને તેણે ઘટનાનો વીડિયો પણ પોતાના ફેસબુક પેજ પર મૂક્યો છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, યુનિવર્સિટી વિસ્તારમાં જાહેરમાં પેશાબ કરી રહેલા એક દુકાનદારને એક યુવતીએ આવું કેમ કરો છો તેવો સવાલ પૂછતા તેમનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. યુવતીને વીડિયો ઉતારતી જોઈ દુકાનદાર ઉશ્કેરાયો હતો અને તેની સાથ ઉદ્વતાઈથી વાત કરતા કહ્યું હતું કે, ‘તારે વીડિયો ઉતારવો હોય તો ઉતાર, મને કોઈ ફરક નથી પડતો.’

ઉશ્કેરાઈ ગયેલા દુકાનદારને જ્યારે યુવતીએ પૂછ્યું કે જગ્યા છે પેશાબ કરવાની ત્યારે? ત્યારે દુકાનદારે કહ્યું હતું કે, બધા અહીં પેશાબ કરવા આવે છે, મૂતરવાની જગ્યામાં મૂતરવાનું હોય, તમે ખોટી મગજમારી કરો. વીડિયોમાં એક યુવક પણ દેખાય છે, જે કહી રહ્યો છે કે ટોઈલેટનુ કામ ચાલતું હોવાથી બધા અહીં પેશાબ કરવા આવે છે.

અંગે ફેસબુક પર મૂકેલી પોસ્ટમાં અભિનેત્રીએ જણાવ્યું છે કે, જાહેરમાં પેશાબ કરતા લોકોને આવું કરતા કોઈ શરમ નથી આવતી તે મોટી શરમની વાત છે. જાહેર જગ્યાએ ટોઈલેટ હોય તેનાથી કેટલી મુશ્કેલી પડે છે તે સ્ત્રીઓ કરતા વધુ સારી રીતે કોઈ સમજી શકે, પણ તેનો અર્થ નથી કે આપણે આપણા શહેરને ગંદુ કરીએ.

જાહેરમાં પેશાબ કરી રહેલા દુકાનદારનો વીડિયો મોનલ ગજ્જર નામની યુવતીએ ઉતાર્યો હતો, અને તેણે પોતાના ફેસબુક પેજ પર તેને શેર પણ કર્યો છે. સાથે તેણે જાહેરમાં પેશાબ કરી શહેરને ગંદુ કરવા માટે લોકોને અપીલ પણ કરી છે. તેણે એમ પણ લખ્યું છે કે, તમારે સમાજના જવાબદાર નાગરિક બનવું છે કે રસ્તા પર પેશાબ કરતા પ્રાણી તે તમારે નક્કી કરવાનું છે.

કાગળ પર ભલે અમદાવાદ જિલ્લો અને શહેર ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરાયા હોય, પરંતુ અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે પણ લોકો ખુલ્લામાં શૌચ કરવા જાય છે, અને શહેરમાં જાહેર મૂતરડીનો સદંતર અભાવ છે. અનેક વિસ્તારોમાં લોકોને મૂતરડીના અભાવે જાહેરમાં પેશાબ કરવાની ફરજ પડે છે, અને જે જાહેર મૂતરડીઓ છે તે પણ ગંદકીથી ખદબદે છે. ઘટના જે વિસ્તારની છે તે અમદાવાદનો સૌથી પોશ નવરંગપુરા એરિયા છે, હવે અહીં જો આવી હાલત હોય તો શહેરના બીજા વિસ્તારોની શું સ્થિતિ હશે?

(5:17 pm IST)
  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST

  • સરકાર કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપે અને એવા પગલાં લ્યે જેથી દેશના લોકોને 2 બાળકોની પોલિસીને અનુસરવા માટે ઉત્સાહ મળે આવી માંગણી કરતી જાહેરહિતની અરજી સુપ્રીમમાં દાખલ access_time 12:07 am IST

  • મહાત્મા ગાંધી દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક દુર્લભ ફોટો અમેરિકામાં 41,806 ડોલર એટલે કે 27 લાખ 22 હજાર 615 રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યો છે. તસ્વીરમાં ગાંધીજીને મદન મોહન માલવિયા સાથે જોવામાં આવી રહ્યા છે. બોસ્ટન સ્થિત આરઆર ઓકશન મુજબ, આ ફોટો સપ્ટેમ્બર 1931 માં લંડનમાં બીજા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પછી લેવામાં આવ્યો હતો. આ દુર્લભ ચિત્ર પર, મહાત્મા ગાંધીએ ફાઉન્ટેન પેન દ્વારા 'એમ કે ગાંધી' લખીને પોતાના હસ્તાક્ષર કર્યા છે. access_time 2:53 pm IST