Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

સુરતના ઉદ્યોગપતિ ઉમર જનરલના ઘર અને ઠેકાણાઓ પર સતત ત્રીજા દિવસે આઇટીના દરોડા યથાવત :કરોડોના દસ્તાવેજ જપ્ત

ઉમર જનરલના 14 સ્થળો પર સર્ચ તેમાંથી 10 સ્થળો પર IT વિભાગની તપાસ પૂર્ણ:માંડવી ખાતેની ફેક્ટરી અને ઉમરના બંગલામાં 35 રૂમોમાં પણ તપાસ :100થી વધુ DI વિભાગના અધિકારીઓ તપાસમાં જોડાયા

સુરતના ઉદ્યોગપતિ ઉમર જનરલના ઘર અને ઠેકાણાઓ પર IT વિભાગની તપાસ યથાવત છે. સતત ત્રીજા દિવસે પણ ઉદ્યોપતિના ઠેકાણાઓ પર દરોડા યથાવત રહ્યા હતા. ત્રીજા દિવસે પણ ITને મોટા પ્રમાણમાં રોકડના વહેવારો મળી આવ્યા છે. ઉમર જનરલની ઓફિસ, રહેણાંક અને સબંધિત લોકોને ત્યાં IT વિભાગનું સર્ચ ચાલી રહ્યું છે. ઉમર જનરલના 14 સ્થળો પર IT વિભાગ સર્ચ અભિયાન ચલાવી રહ્યું છે તેમાંથી 10 સ્થળો પર IT વિભાગની તપાસ પૂર્ણ થઇ ગઇ છે. આ સાથે માંડવી ખાતેની ફેક્ટરી અને ઉમરના બંગલામાં 35 રૂમોમાં પણ તપાસ કરાઇ છે. 100થી વધુ DI વિભાગના અધિકારીઓ તપાસમાં જોડાયા છે.  IT વિભાગની તપાસમાં અત્યાર સુધી કરોડોના દસ્તાવેજો જપ્ત કરાયા છે.

માર્ચ એન્ડિંગ નજીક આવતા ફરી આવકવેરા વિભાગની ટીમો સક્રિય થઇ છે. જેને લઇને ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. સુરતના ઉદ્યોગપતિ ઉમર જનરલના ઘરે આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે. ઉદ્યોપતિના ઠેકાણાઓ પર આજે ત્રીજા દિવસે પણ દરોડા યથાવત્ છે. તપાસમાં અત્યાર સુધી કરોડોના દસ્તાવેજો જપ્ત કરાયા છે. ઉપરાંત રોકડમાં થયેલા વ્યવહારો પણ અધિકારીઓએ શોધી રહ્યા છે. હવાલા એન્ગલની પણ તપાસ અધિકારીઓ કરી રહ્યા છે.

(12:09 am IST)