Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

નર્મદા જિલ્લામાં વધ્યા અકસ્માતો:આમલેથા ગામ પાસે એસટી બસે એક્ટિવાને ટક્કર મારતા દંપતી તથા પુત્રને ગંભીર ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં ઘણા દિવસોથી એક બાદ એક અકસ્માત પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે એ બાબત ગંભીર કહી શકાય ત્યારે આજે પણ નર્મદા જિલ્લના નાંદોદ તાલુકાના આમલેથા ગામ નજીક થયેલા અકસ્માતમાં એસટી બસના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ત્રણને ગંભીર ઈજાઓ થઈ છે

  મળતી વિગતો મુજબ જશવંતભાઈ ભીખાભાઈ વસાવા( રહે નિકોલી,તા.નાંદોદ જી.નર્મદા )ની ફરિયાદ અનુસાર એસટી બસના ચાલકે પોતાના કબ્જામાની બસ રજી નં GJ-18-2- 7802ની પુરઝડપે હંકારી લાઈ તેમની એક્ટીવા મોસા રજી નં GJ-22-0-4870 ને પાછળથી ટક્કર મારી રોડ ઉપર પાડી દઈ તેમની પત્ની શીલ્પાબેનને મોઢાના ભાગે તેમજ માથામાં ગંભીર ઇજાઓ તેમજ શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડી તેમજ તેમના પુત્ર કિશનને માથામા તેમજ શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડી તથા જશવંતભાઈને પણ બન્ને હાથમાં તેમજ ડાબા પગે ઇજાઓ પહોંચાડી ગુનો કરતા આમલેથા પોલીસે બસનાં ચાલક ફિરોજભાઇ મહમદભાઇ સિધ્ધપુરવાળા (રહે.બેગમપુરા,વાણીયાશેરી,ચોર્યાસી સુરત) વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

   
(10:32 pm IST)