Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ડેડીયાપાડાના ગારદામાં ફરી એકવાર રાત્રીના સમયે દીપડો અને તેના બચ્ચા દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

આજની તારીખે પણ આ વિસ્તારમાં લાઇટની કોઈજ વ્યવસ્થા ન હોવાથી ત્યાં વસવાટ કરતા ૪ પરિવારો પર હિંસક પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવે તો જવાબદાર કોણ?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામના નિશાળ ફળીયા ખાતે રાત્રીના સમયે મોહન નદી બાજુ જતા રસ્તાઓ પર ૪ ઘરો આવેલા છે, જેમાં રહેતા નરેશભાઈ સોમેલભાઈ, વસાવા રોહિતભાઈ રામજીભાઈ વસાવા, પ્રેમિલાબેન કાંતિલાલ વસાવા તેમજ રમેશભાઈ મગનભાઈના ઘર પાસે રાત્રીનાં સમયે દીપડો તેમના બચ્ચા સાથે ઘરોની આસપાસ ફરતા દીપડાને જોઈને ગામના શ્વાનો વારંવાર ભસતા નજીકના ઘરના સભ્યોનાં જીવ અધ્ધર થઈ ગયા હતા. અને સવારે દીપડા તેમજ દીપડા નાં બચ્ચાનાં પગલાં બાજુમાં આવેલ સંજયભાઈ વસાવાનાં શેરડીનાં ખેતરમાં પણ દેખાતા ખેડૂતો તેમજ સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો છે, સાથે સાથે રાત્રીના સમયે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે, અને આ તમામ ઘરોમાં કે ઘરોની આસપાસ આજે પણ લાઈટની વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિક રહીશોમાં ભયનો ફેલાયો છે, અને ઘણા સમય થી દીપડાઓએ ગારદા ગામમાં આતંક મચાવ્યો છે,અનેક પશુઓને શિકાર બનાવ્યા છે, ત્યારે વન વિભાગ દ્વારા વહેલી તકે જરૂરી પગલાં લઈ દીપડાઓ ને પકડવાની કવાયત હાથ ધરવામાં આવે એવી ગ્રામજનો સહિત ખેડૂતોની માંગ છે.

   
(10:08 pm IST)