Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

રાજપીપળાનાં મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક સમસ્યા હેડેક બની : આડેધડ પાર્કિંગ માં દંડ ફટકારવો જરૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં ટ્રાફિક સમસ્યામાં કોઈજ સુધારો જણાયો નથી પોલીસ વિભાગ અવાર નવાર વેપારીઓ સાથે મિટિંગ કરી ટ્રાફિક હળવું થાય એ માટે સતત પ્રયત્નશીલ રહે છે પરંતુ મુખ્ય માર્ગ પર ગમે ત્યાં પાર્ક થતા ફોર વ્હીલ વાહનો ની સંખ્યા હજુ ઘટી નથી તેમજ હાલમાં ઘણા દિવસોથી મુખ્ય માર્ગ ઉપર ખોદકામ ચાલુ હોવાથી ટ્રાફિક જામ વધુ થઈ રહ્યો છે

ટુંક સમય પહેલા જ રાજપીપળા પોલીસે ડીવાયએસપની હાજરીમાં ટ્રાફિક સમસ્યા ગંભીર હોય એ બાબતે વેપારીઓ સાથે મિટિંગ કરી હતી જેમાં વેપારીઓને સહકાર આપવા અને પોલીસ પણ આડેધડ પાર્કિંગ પર કડક કાર્યવાહી કરશે તેમ જણાવાયું હતું પરંતુ થોડાક દિવસ આ ઝુંબેશ ચાલ્યા બાદ હાલમાં ફરી આડેધડ પાર્કિંગ થતા હોવાથી પરિસ્થિતિ માં કોઈ સુધારો જોવા મળ્યો નથી માત્ર ટ્રાફિક બ્રિગેડ નાં જવાનો સિટી મારતા જોવા મળે છે જોકે આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો ને દંડ ફટકારી વાહન જપ્ત કરવા સુધીની કામગીરી જો પોલીસ કરે તો થોડાક જ દિવસમાં ટ્રાફિક સમસ્યામાં ઘણો સુધારો થઇ શકે છે.માટે ટાઉન પોલીસે આ મુદ્દે કડક કાર્યવાહી કરવી પડશે.

(10:04 pm IST)