Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

અમદાવાદ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલાલક્ષી માળખાની તમામ સમિતિની બેઠકનું આયોજન

બેટી બચાવો બેટી પઢાવો, સખી વન સ્ટોપ સેન્ટર, નારી ગૃહ, સ્વાધાર ગૃહ જેવી વિવિધ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરાઈ

અમદાવાદ : મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલાલક્ષી માળખાની તમામ સમિતિની બેઠકનું આયોજન જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કરવામાં આવી જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો અને બિનસરકારી સભ્યઓ

ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરોક્ત મિટીંગમાં બેટી બચાવો બેટી પઢાવો, સખી વન સ્ટોપ સેન્ટર, સ્વાધાર ગૃહ, નારી ગૃહ જેવી વિવિધ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી અને મહિલાલક્ષી તમામ યોજનાઓનો લાભ પીડિત મહિલાઓને
સમયસર મળી રહે અને કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધે એ માટેના સૂચન  જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવ્યાં.
સખી વન સ્ટોપ સેન્ટર, સવાધાર ગૃહ, નારી ગૃહ જેવા આશ્રય ગૃહોમાં બહેનોની સલામતી જળવાઈ રહે અને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ આશ્રય ગૃહોની સમીક્ષા કરવામાં આવી. હતી

 

 

(9:10 pm IST)