Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ગુજરાત પોલીસના જાસૂસીકાંડમાં ધરપકડ કરાયેલા બે પોલીસકર્મીઓના 5 દિવસના રિમાન્ડ મંજુર

કોર્ટ સમક્ષ પોલીસે વધુ પૂછપરછ અને પુરાવા એકત્રિત કરવા ધરપકડ કરાયેલ મયુર અને અશોકના રિમાન્ડ માંગ્યા હતા

અમદાવાદ : ગુજરાત પોલીસના કથિત જાસૂસીકાંડમાં કથિત જાસૂસ એવે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટેક્નિકલ સર્વેલન્સ સ્કોડના કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીની ધરપકડ બાદ આજે બંને આરોપીઓને ભરૂચ કોર્ટમાં રજૂ કરાયા હતા.

 ભરૂચ એસઓજીના પોલીસ ઇન્સ્પેકટર આનંદ ચૌધરી દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલી ફરિયાદમાં બે પોલીસકર્મીઓ ઉપરાંત બે બુટલેગર નયન ઉર્ફે બોબડો અને પ્રકાશ ઉર્ફે ચકા વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો છે.આજે કોર્ટ સમક્ષ પોલીસે વધુ પૂછપરછ અને પુરાવા એકત્રિત કરવા ધરપકડ કરાયેલ મયુર અને અશોકના રિમાન્ડ માંગ્યા હતા, કોર્ટે પોલીસની રજૂઆતોને માન્ય રાખી કુલ 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. મામલાની ડીવાયએસપી સી કે પટેલ તપાસ કરી રહયા છે.

(8:01 pm IST)